પીપાવાવ પોર્ટના કસ્ટમ ઈન્સ. જયદેવ ચારણ જેલ હવાલે થયો

619

હાલમાં સમગ્ર જિલ્લામાં ચર્ચાસ્પદ  કેસ અને હાઈપ્રોફાલ કેસની વાત કરે તો રાજુલા નજીક આવેલ મહાકાય પીપાવાવ પોર્ટમાં આવેલ કસ્ટમ વિભાગના ઈન્સ્પેકટર જયદેવચ ારણને દારૂ મામલે પીપાવાવ મરીન પોલીસએ અટકાયત કરી હતી અને ત્યાર બાદ તેમને ૩ દિવસના કોર્ટએ રિમાન્ડ આપ્યા હતાં. આજે રિમાન્ડ પુર્ણ થતા પીપાવાવ મરીન પોલીસએ બપોરે ૧૧ વાગે કોર્ટમાં રજુ કરી વધુ રિમાન્ડ માંગી હતી. ત્યારે બાદ કોર્ટએ રિમાન્ડ નામંજુર કરી આરોપી જયદેવ ચારણ ઈન્સ્પેકટરને જેલ હવાલે કરવાનો હુકમ કરતા પોર્ટ અને કોર્ટમાં આવેલ કસ્ટમના મળત્યાંઓમાં ખળભળભાટ મચી ગયો હતો સાથે સાથે તાત્કાલિક પીપાવાવ મરીન પોલીસએ અમરેલી જેલ હવાલે કરી દીધો હતો અને કોર્ટ પરિસરમાં આવેલ પરપ્રાંતી અને કસ્ટમના મળત્યા નિરાશ થઈને પરત ગયા હતાં. અને સમગ્ર વકિલ મંડળ સહિતના લોકોની નજર પણ આ કેસ પર જોવા મળી હતી ચારે તરફ આવેલ રાજુલા જાફરાબાદ પંથકના ઉદ્યોગના ઓફિસરોના પણ સતત ફોન રણકી રહ્યા હતાં.

જામીન મળશે કે કેમ તેના પર સૌ કોઈ પરપ્રાંતી ઓફિસરોની નજર જોવા મળી હતી સાથે સાથે આજે કસ્ટમ ઈન્સ્પેકટરને જેલ હવાલે કરતા કસ્ટમ હાઉસમાં ખળભળાટ મચી ગયો હતો સાથે સાથે પોર્ટ  વિસ્તારમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે રોક લાગી છે.

સૌ કોઈને હવે કાયદાનું ભાન  થઈ રહ્યું છે. કાયદો બધા માટે સખરો છે તેવું આજે બધા ઉદ્યોગના ઓફિસરોને જોવા મળ્યું મોટાભાગના ઓફિસરો કંપનીના નામે મોટી મોટી ભક્તિ ચલાવતા હતા અને સીન જમાવતા હતા આજેબ ધા જ લોકોના સીન પણ વિખાય ગયા છે.

Previous articleજાફરાબાદ તા.પં. ઉપપ્રમુખ તરીકે છગનભાઈની નિયુક્તિ
Next articleશામળદાસ કોલેજ દ્વારા કાલથી સાત્વિક આહાર ઉત્સવ સ્વાદ ભાવનગરી યોજાશે