સ્નૂકર ટૂર્નામેન્ટમાં ૫૪ વર્ષીય મહિલા બની નેશનલ ચેમ્પિયન

634

શીખવાની કોઇ ઉંમર હોતી નથી. તેમ રમવાની પણ કોઇ ઉંમર હોતી નથી. અને તેમા પણ શોખ બડી ચીજ હે તે સાબિત કરતા ૫૪ વર્ષની પાકટ વયે પણ ફરી ચેમ્પિયન બનનારા ઉમા દેવીએ સાબિત કરી બતાવ્યું છે કે રમતમાં કોઇ ઉંમર બાધા થતી નથી. શોખ અને મનમાં મક્કમતા હોય તો કોઇપણ રમત જીતી શકાય છે.

જો કોઈ ખેલાડી ૫૪ વર્ષની વયે રમત સાથે જોડાયેલ છે અને તે રમતનો રાષ્ટ્રીય ચેમ્પિયન બને છે, તો પછી તે આશ્ચર્યજનક વાત છે.

કર્ણાટકના આર ઉમા દેવીએ આ અદ્ભુત સિદ્ધિ પ્રાપ્ત કરી છે. ઉમાએ ઇન્દોરમાં ૮૬મી રાષ્ટ્રીય બિલિયડ્‌ર્સ અને સ્નૂકર ટૂર્નામેન્ટમાં સિનિયર વિમેન બિલિયડ્‌ર્સ કેટેગરી જીતી છે.

ઉમા દેવીએ પોતાનાથી ૩૩ વર્ષનાની પંજાબની કિરત મંડલને હરાવીને રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ જીતી છે. કર્ણાટકની આર ઉમા દેવીએ ૮૬મી રાષ્ટ્રીય બિલિયડ્‌ર્સ અને સ્નૂકર ટૂર્નામેન્ટમાં તેજસ્વી પ્રદર્શન કર્યું છે અને સતત બીજી વખત આ ટાઇટલ જીત્યું છે.

Previous articleવિદર્ભે બીજી વાર ખિતાબ જીતીને રચ્યો ઇતિહાસ : સરવટેએ લીધી ૧૧ વિકેટ
Next articleચૂંટણી લડવી ગુનો છે..? : હાર્દિક