‘ચાર ચાર બંગડી’ ગીત મામલે કોમર્શિયલ કોર્ટમાં સુનાવણી ટળી

557

ગુજરાતી ગાયીકા કિંજલ દવેના ગીત ચાર ચાર બંગડી પર કોપીરાઈટનો દાવો થયો છે. આ મામલે અમદાવાદની કોમર્શિયલ કોર્ટમાં સુનાવણી હાથધરાઈ હતી. આ સુનાવણી દરમિયાન અરજી કરનાર કાર્તિક પટેલના વકીલે દલીલ માટે કોર્ટ પાસેથી સમયની માગ કરી હતી.

કોમર્શિયલ કોર્ટે સમય આપતા ૧૧ ફેબ્રુઆરીએ આગામી સુનાવણી હાથ ધરાશે. મહત્વનુ છે કે, કિંજલ દવેના ચાર ચાર બંગડી વાળા ગીતને લઈને ઓસ્ટ્રેલિયામાં કાઠિયાવાડી કિંગ તરીકે ઓળખાતા કાર્તિક પટેલે કોપીરાઈડનો દાવો કર્યો છે. આ મામલે કાર્તિક પટેલે કોમર્શિયલ કોર્ટમાં અરજી કરી હતી. ઓસ્ટ્રેલિયાના અરજદારની કંપનીએ કોપીરાઇટ ધારા હેઠળ આ ગીત વિરૂદ્ધ રજૂઆત કરતા જણાવ્યું કે, આ ગીત તેમણે બનાવી તેનો વિડીઓ યુટયૂબ પર વર્ષ ૨૦૧૬માં અપલોડ કર્યો હતો. જો કે, આ ઘટનાના એક માસ બાદ ગીતમાં સામાન્ય ફેરફારો કરી જાણીતી ગુજરાતી ગાયિકા કિંજલ દવેએ આ ગીત ગાયું હતું જે ખુબ જ પ્રચલિત થયું હતું.

Previous articleચૂંટણી લડવી ગુનો છે..? : હાર્દિક
Next articleરાજ્યમાં ઠંડીનો ચમકારો, ભારે પવન ફૂંકાયા