ધંધુકામાં મોડીરાત્રીના મકાનમાં દંપત્તિનાં ગળા ઉપર કોયતો મુકી ચાર લાખની લૂંટ

1415

ધંધુકા, ખાતે વલ્લભાચાર્યનગર-૩માં રહેતા ક્ષત્રિયનાં મકાનમાં ગત મોડી રાત્રીનાં અજાણ્યા છ શખ્સોએ પ્રવેશી દંપત્તિનાં ગળા ઉપર કોયતો રાખી દાગીના, રોકડ, બંદુક સહિત રૂા.૪ લાખનાં મુદ્દામાલની લૂંટ ચલાવી પલાયન થયા હતા. આ બનાવથી સનસનાટો મચી જવા પામેલ છે.

ધંધુકાનાં વલ્લભાચાર્યનગર ૩માં રહેતા સહદેવસિંહ માનુભા ચુડાસમાનાં મકાનમાં ગત મોડીરાત્રીનાં ૬ જેટલા અજાણ્યા શખ્સો બીજા માળે ઘરમાં પ્રવેશવા માટે બનાવેલા અલગ દરવાજાનો નકુચો-હેન્ડલ તોડી ઘરમાં પ્રવેશ્યા હતા અને સહદેવસિંહ તથા હર્ષાબાનાં ગળા ઉપર કોયતો મુકી ધમકી આપી તીજોરીમાં રહેલ તથા પહેરેલ ૧૫ તોલા સોનાનાં દાગીનાં, રોકડ રૂા.૫૦ હજાર તથા ઘરમાં રાખેલી લાયસન્સ વાળી બાર બોરની ભારતીય બનાવટની બંદુક અને ૩૦ કારતુસ મળી કુલ રૂા.૩.૮૯ લાખની લૂંટ ચલાવી નાસી છુટ્યા હતા આ બનાવની ફરિયાદ સહદેવસિંહે નોંધાવતા ધોળકા ડીવાયએસપી બળદેવસિંહ તથા ધંધુકા, પોલીસ, કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને લૂંટનો ગુનાનો બેદ ઉકેલવા ચક્રો ગતિમાન કર્યા હતા.

લૂંટ ચલાવી ભાગેલા શખ્સો સોસાયટીમાંથી બે મોટર સાયકલ કી.રૂા.૬૦,૦૦૦ પણ ઉઠાવી ગયા હતા આ બનાવ અંગે ધંધુકા પોલીસે ૬ શખ્સો વિરૂધ્ધ આઈપીસી કલમ ૩૯૫, ૩૯૭, મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે. આ બનાવથી ચકચાર મચી જવા પામી છે.

Previous articleસાથે રમીએ સાથે જમીએ કાર્યક્રમ
Next articleભારત કે મન કી બાત મોદીજી કે સાથ વીડીયો રથનું પ્રસ્થાન થયું