ચૂંટણી પહેલા સરકારનો માસ્ટરસ્ટ્રોક, ટેકાના ભાવે મગફળીની જંગી ખરીદી

651

લોકસભાની ચૂંટણી પહેલા રાજ્યમા ફરી એકવાર મગફળીની જંગી ખરીદી ટેકાના ભાવે કરવામા આવી છે. રાજ્ય સરકારે ૨ લાખથી વધુ ખેડૂતો પાસેથી ૨ હજાર કરોડ કરતા વધુની મગફળીની ખરીદી કરી, જેમા મુખ્યમંત્રી વિજય રૂપાણીના રાજકોટ જીલ્લામાંથી સૌથી વધુ ખરીદી કરવામાં આવી છે.

મગફળી ખરીદીમા એકવાર દાઝેલી રાજ્ય સરકારે ફરી શરૂ કરેલી ખરીદી નિર્વિવાદીત સાબિત થઈ છે. રાજ્ય સરકારે ૨ લાખ ૫ હજાર ૪૬૫ ખેડૂતો પાસેથી ૪૧ લાખ ક્વિંટલ કરતા વધુ મગફળીની ખરીદી કરી જેની કુલ કિંમત ૨ હજાર કરોડ કરતા વધુને આંબી ગઈ છે. રાજ્ય સરકારે કરેલી આ ખરીદીની સામે ૧૮૨૫ કરોડની ચૂકવણી ખેડૂતોને કરી દીધી છે. ખરીદીના આંકડાઓ પર નજર કરીએતો સૌરાષ્ટ્રના જીલ્લા મોખરે રહ્યા છે જેમા સૌથી વધુ ખરીદી રાજકોટમા થઈ છે.

રાજકોટ ખેડૂત ૩૬,૯૯૧ ક્વિંટલ ૭,૫૦,૫૭૭ કુલ કિંમત ૩૭૫ કરોડ, ૩૫૪ કરોડ ચૂકવાયા, જૂનાગઢ ખેડૂત ૨૭,૩૧૯ ક્વિંટલ ૫,૭૮,૦૬૨ કુલ કિંમત ૨૮૯ કરોડ ૨૫૬ કરોડ ચૂકવાયા, જામનગર ખેડૂત ૧૯,૮૭૪ ક્વિંટલ ૪,૦૪,૭૯૮ કુલ કિંમત ૨૦૨ કરોડ ૧૫૮ કરોડ ચૂકવાયા, બનાસકાંઠા ખેડૂત ૧૮,૮૯૭ ક્વિંટલ ૩,૯૧,૭૫૬ કુલ કિંમત ૧૯૫ કરોડ ૧૭૮ કરોડ ચૂકવાયા, દેવ ભૂમી દ્વારકા ખેડૂત ૧૧,૨૯૩ ક્વિંટલ ૨,૪૯,૬૩૯ કુલ કિમત ૧૨૪ કરોડ ૯૬ કરોડ ચૂકવાયા, અમરેલી ખેડૂતો ૧૫,૫૨૧ ક્વિટલ ૨,૭૭,૭૧૭ કુલ કિંમત ૧૩૮ કરોડ ૧૨૫ કરોડ ચૂકવાયા, ગીર સોમનાથ ખેડૂતો ૧૫,૪૫૧ ક્વિટલ ૩,૧૫,૦૩૧ કુલ કિંમત ૧૫૭ કરોડ ૧૩૯ કરોડ ચૂકવાયા, સાબર કાંઠા ખેડૂતો ૧૪,૦૩૮ ક્વિંટલ ૨,૭૩,૨૫૨ કુલ કિંમત ૧૩૬ કરોડ ૧૩૩ ચૂકવાયા.

રાજ્ય સરકાર ટેકાના ભાવે મગફળીની ખરીદી ૧૨ ફેબ્રુઆરી સુધી કરી રહી છે. કુલ ૨.૩૮ લાખ ખેડૂતો ઓનલાઈન રજીસ્ટર થયા હતા જેમને ખરીદી પ્રક્રિયા માટે એસએમએસ દ્વારા બોલાવવામા આવ્યા હતા. રાજ્ય સરકાર આ સિવાય તુવેર, અડદ, ચણાની પણ ખરીદી કરી છે.

રાજ્યમા વિધાનસભા અને લોકસભાની ચૂંટણી પહેલા જંગી ખરીદી મગફળીની કરવામાં આવી છે. છતાં ખેડૂતોમા હયાત રાજ્ય અને કેન્દ્ર સરકાર સામે નારાજગી જોવા મળી રહી છે. ત્યારે બજેટમા થયેલી જોગવાઈ અને મગફળી સહિત અન્ય ખરીદી ચૂંટણીમા ફળદાયી નીવડે છે કે કેમ તે જોવુ રહ્યું.

Previous articleભારત વર્લ્ડકપ માટે પ્રબળ દાવેદાર : વસીમ અકરમ
Next articleકોંગ્રેસ  દ્વારા પીએમ નરેન્દ્ર મોદીની ઇમેજ બગાડવાનો પ્રયાસ : રૂપાલા