રાણપુરમાં મંગળવારે ભાવનગર, અમરેલી અને બોટાદ જિલ્લાનો ગાંધી મેળો યોજાશે

767

બોટાદ જીલ્લાના રાણપુરમાં આગામી ૧૨ ફેબ્રુઆરી ના રોજ ભાલ નળકાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળ(ઉની ખાદી કેન્દ્ર) ખાતે ભાવનગર, અમરેલી, બોટાદ જીલ્લાની રચનાત્મક સંસ્થાઓ દ્વારા એક દિવસીત ગાંધી મેળાનુ આયોજન કરવામાં આવ્યુ છે.પૂ.મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે યોજાનાર આ ગાંધી મેળો ભાલ નળકાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળ (રાણપુર ખાતે યોજાશે આ ગાંધી મેળામાં સ્કુલ,કોલેજ ના વિદ્યાર્થીઓ ઉપરાંત દરેક સમાજના આગેવાનો,ગ્રામજનો દ્વારા વિવિધ કાર્યક્રમો રજુ કરવામાં આવશે ગાંધી મેળામાં રાણપુરની ભાલ નળકાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળ,ગાંધી સ્મૃતી ખાદી ગ્રામો મંડળ ભાવનગર,ગ્રામ નિર્માણ સમાજ મહુવા જી.ભાવનગર, કુંડલા તાલુકા ગ્રામો.સેવા મંડળ સાવરકુંડલા જી.અમરેલી, સૌરાષ્ટ્ર ગ્રામ વિકાસ ટ્રસ્ટ સિહોર જી.ભાવનગર, લોક સેવક સંઘ થોરડી તા.સાવરકુંડલા જી.અમરેલી, સૌરાષ્ટ્ર ગાંધીજી ગ્રામોદ્યોગ દ્વારા ટ્રસ્ટ ગ્રામોદ્યોગ મંડળ ગઢડા જી.બોટાદ,બાળ કેળવણી મંદીર બગસરા જી.અમરેલી કાઠીયાવાડ ખાદી મંડળ-ચલાલા, સર્વોદય સરસ્વતી મંદીર બાબાપુર,લોકસેવા સમિતી ટ્રસ્ટ સજીયાવદર તથા લોક સેવા ટ્રસ્ટ સંચાલીત કન્યા વિદ્યાલય વળવડ સહીતની ભાવનગર, અમરેલી અને બોટાદ જીલ્લાની સંસ્થાઓ ગાંધી મેળામાં ભાગ લેશે ગાંધી મેળા પ્રસંગે ગુજરાત ખાદી બોર્ડના ચેરમેન કુશળસિંહ પઢેરીયા-અધ્યક્ષ સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિ ઉપરાંત સ્ટેટ ડાયરેક્ટ ખાદી અને ગ્રામોદ્યોગ કમિશન સહીતનાની હાજરીમાં ગાંધી મેળાને ખુલ્લો મુકશે ગાંધી મેળા પ્રસંગે ગાંધીજીના જીવન ચરિત્ર સંવાદો ગાંધી વિચારેલ ઉપરાંત શાસ્ત્રોને રચનાત્મક કામગીરી અને ગાંધીજીના જીવન અંગે માર્ગદર્શન અપાશે આ પ્રસંગે આખો દિવસ કાર્યક્રમોનુ દબદબાપુર્વક આયોજન કરવામાં આવ્યુ છે અને આ ગાંધી લોકમેળા ની તડામાર તૈયારી રાણપુર ભાલ નળકાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળ દ્વારા કરવામાં આવી રહી છે

Previous articleગાંધી વિચાર પદયાત્રામાં વિદ્યાર્થીનીઓ જોડાઈ
Next articleકિસી ઔર કો ચાહોગે તો…!!