બોટાદ-સુરેન્દ્રનગર-ધ્રાંગધ્રા ડેમુ ટ્રેનને સાંસદ શિયાળે પ્રસ્થાન કરાવી

1016

બોટાદ-સુરેન્દ્રનગર-ધ્રાંગધ્રા ડેમુ ટ્રેનને ભાવનગર-બોટાદનાં સાંસદ ભારતીબેન શિયાળે આજે બોટાદ સ્ટેશન ખાતેથી લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું. ત્યારબાદ તેમણે ભાવનગર ટર્મીનસ ખાતે વિવિધ કામોનો પ્રારંભ કરાવ્યો હતો.

આ પ્રસંગે ભાવનગરનાં ડિવીઝન રેલ્વે મેનેજર રૂપા શ્રીનીવાસન, એન્જીનીયર રાજકુમાર એસ., ડિવિઝન વાણીજ્ય મેનેજર માસુક એહમદ, કર્મચારીઓ, મુસાફરો વિગેરે ઉપસ્થિત રહ્યા હતા અને પૂજ્ન અર્ચન સાથે ટ્રેનનો પ્રારંભ કરાવ્યો હતો. ડેમું ટ્રેન શરૂ કરવા ઉપરાંત રેલયાત્રીકોની વિવિધ માંગણી મુજબ કામોનાં શિલાન્યાસ કરવાથી રેલ યાત્રીએ તથા બોટાદની જનતામાં ખુશીનો માહોલ છવાયો છે.

Previous articleવેલેન્ટાઈન-ડેના દિવસે દિક્ષા અંગિકાર કરશે ભાવનગરની દિકરી મીન્જલ શાહ
Next articleસ્કાઉટ-ગાઈડ પ્રવૃત્તિ થકી બાળકો, યુવાનોમાં સંસ્કારનું નિર્માણ થાય છે : નિતિનભાઈ પટેલ