તા.૧૧-૦૨-ર૦૧૯ થી ૧૭-૦૨-ર૦૧૯ સુધીનુંસાપ્તાહિક રાશી ભવિષ્ય

0
747

મેષ (અ.લ.ઈ)
મિત્રો આપના માટે ગોચર ગ્રહોનુ ભ્રમણ જન્મના ચંદ્ર ઉપર મંગળગ્રહનું ભ્રમણ શુભ લક્ષ્મીયોગ આપે છે. અને સપ્તાહના મધ્યભાગથી લાભ સ્થાનમાં સુર્ય ગ્રહનું ભ્રમણ ઘણા સમયથી આપની જે અપેક્ષાઓ હતી તે ફળીભુત થઈ શકે છે. માત્ર રાહુ અને ગુરૂ ગ્રહનો બંધનયોગ કાલ્પનીક ભયનો ત્યાગ કરવાનું સુચવે છે. મિલ્કત અને વારસાઈ કાર્યોનું નિરાકરણ મળશે. પત્ની ભાગીદારો અને વડિલોનો સહકાર મળશે. વડિલોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતિ અને જાહેર જીવનથી લાભ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી શુભ સમાચાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોનું આયોજન સફળ થશે. આપના માટે બુધવારના વ્રત અને ગુરૂ ગ્રહના જાપ કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે પ્રગતિકારક સમય રહેશે.
વૃષભ (બ.વ.ઉ)
મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ જન્મના ચંદ્રથી શનિ,શુક્ર અને મંગળ ગ્રહનો બંધનયોગ વધુ મહેનતે થોડી સફળતા મળવાનો યોગ આપે છે. માટે જે સફળતા મળે તેમાં જ સંતોષ માનવો જરૂરી છે. વધુ પડતી અપેક્ષાથી નિરાશા અને નિષ્ફળતા મળી શકે છે. નવા કાર્યોની શરૂઆત માટે સમય શુભ નથી. મિલ્કત અને વિલવારસાના કાર્યોમાં અડચણો મળી શકે છે. પત્ની ભાગીદારો અને વડિલો સાથે વિવાદો ન સર્જાય તે જોશો આપનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતિ ચિંતા આપી શકે છે. જાહેર જીવન જળવાઈ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી અશુભ સફળ મળી શકે છે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્ય્માં આર્થિક વ્યય મળી શકે છે. આપના માટે શનિવારના વ્રત અને ગણપતીનું પુજન કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે પ્રતિકુળ સમય મળી શકે છે.
મિથુન (ક.છ.ઘ)
મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ સપ્તાહની શરૂઆતથી સુર્યગ્રહના બંધનયોગથી મુક્તિ મળે છે. તેથી નસીબ કર્મ અને લાભ સ્થાનની પ્રબળતા કાર્ય સફળતાના યોગ આપે છે. નવા કાર્યોની શરૂઆત માટે પણ શુભ સમય રહેશે. માત્ર અળસવૃત્તિ અને મનોરંજનનો ત્યાગ કરવો જરૂરી છે. મિલ્કત અને વિલવારસાઈ કાર્યોનું નિરાકરણ મળશે. પત્ની ભાગીદારો અને વડિલોનો સહકાર મળશે. વડિલોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતિ અને જાહેર જીવનથી લાભ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી હતી સમાચાર મળશે. યાત્રા પ્રવાસ અને વાર્ષિક કાર્યોનું આયોજન સફળ થશે. આપના માટે બુધવારના વ્રત અને વિષ્ણુ ભગવાનનું પુજન કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે સાનુકુળ સમય રહેશે.
કર્ક (ડ.હ.)
મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ જન્મના ચંદ્ર ઉપર રાહુ ગ્રહનું અશુભ ભ્રમણ અને સપ્તાહના મધ્યભાગથી સુર્યગ્રહનો એક માસ માટેનો બંધનયોગ વધુ પડતો આત્મવિશ્વાસ અને જીદ્દી સ્વભાવનો ત્યાગ કરવાનું સુચવે છે. બની શકે તેટલું વાસ્તવિક જીવન જીવવાથી મિલકત અને વારસાઈ કાર્યોમાં સહી સિક્કાની બાબતોમાં ધ્યાન રાખવું. પત્ની ભાગીદારો અને વડિલો સાથે વિવાદો ન સર્જાય તે જોશો. આપનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરીસ્થિતિ અને જાહેર જીવનની ચિંતા મળી શકે છે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી સહકાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી આનંદ રહેશે. આપના માટે સોમવારના વ્રત અને નિત્ય સુર્યને અર્ધ આપવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે પ્રતિકુળ સમય મળી શકે છે.
સિંહ (મ.ટ)
મિત્રો આપના માટે ગોચર ગ્રહોનો વરતારો સંયમીત જીવન જીવવાનું સુચવે છે. સપ્તાહના મધ્યભાગથી જન્મના ચંદ્ર ઉપર સુર્યગ્રહની દ્રષ્ટિ ગ્રહણ યોગ સુચવે છે. તેથી માનસિક અને શારિરીક બન્ને રીતે નિયંત્રણ રાખવું જરૂરી છે. આવેશ અને ઉશ્કરાટથી કોઈ મહત્વના નિર્ણયો ન લેવાય જાય તે જોશો મિલ્કત અને વારસાઈ કાર્ય્માં હિતેચ્છુઓની સલાહથી લાભ રહેશે. પત્ની ભાગીદારો અને વડિલોની સલાહથી લાભ રહેશે. પત્નીનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક રીતે નિર્બળ ફળ મળશે. જાહેર જીવનથી લાભ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી સહકાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી આનંદ રહેશે. આપના માટે ગુરૂવારના વ્રત અને વિષ્ણુ સહસ્ત્રના હજાર નામ જપવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે મિશ્રફળદાયી સમય રહેશે.
કન્યા (પ.ઠ.ણ)
મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ સુખ સ્થાનમાં શનિ અને આયુષ્ય સ્થાનમાં મંગળગ્રહનો અશુભ બંધનયોગ અશુભ વિચારો અને અશુભ કાર્યો તરફ મન વંચલીત કરીશ કે છે. તેથી શુભ વિચારો અને શુભ કર્મોથી જ કાર્ય્‌ સફળતા મળી શકે છે. આવેશ અને ઉશ્કેરાટનો ત્યાગ કરવો જરૂરી છે. મિલ્કત અને વારસાઈ કાર્યોમાં અડચણો આવી શકે છે. પત્ની ભાગીદારો અને વડિલો સાથે વિવાદો ન સર્જાય તે જોશો માતાનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થ્ક પ્રશ્નોથી ચિંતા મળી શકે છે. જાહેર જીવનમાં પ્રતિષ્ઠા મળશે. કોર્ટક ચેરી અને મોસાળ પક્ષથી અશુભ સમાચાર મળી શકે છે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યો ખર્ચાઓ વધી શકે છે. આપના માટે શનિવારના વ્રત અને ગણપતીનું પુજન કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે પ્રતિકુળ સમય મળી શકે છે.
તુલા (ર.ત.)
મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ સપ્તાહના મધ્યભાગથી સૂર્યગ્રહના અશુભ બંધનયોગથી મુક્તિ મળે છે. તેથી કાર્ય્‌ સફળતા સાથે આત્મવિશ્વાસમાં પણ વૃધ્ધી થશે. નવા કાર્ય્ની શરૂઆત શુભ રહેશે. માત્ર દરેક કાર્યો સ્વહસ્તે કરવા જરૂરી છે. અન્યના વિશ્વાસે ન રહેવું. મિલ્કત અને વારસાઈ કાર્યોનું નિરાકરણ મળશે. પત્ની ભાગીદારો અને વડિલોનો સહકાર મળશે. સંતાનોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતી અને જાહેર જીવનથી લાભ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી સહકાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી આનંદ રહેશે. આપના માટે શુક્રવારના વર્ત અને કુળદેવનું પુજન કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે પ્રગતિકારક સમય રહેશે. આપના માટે શુક્રવારના વ્રત અને કુળદેવી નુેં પુજન કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે પ્રગતિકારક સમય રહેશે.
વૃશ્ચિક (ન.ય)
મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ સપ્તાહના મધ્યભાગથી સુર્યગ્રહનું ભ્રમણ સુખ સ્થાનમાં બંધનયોગ આપે છે. તેથી વધુ પડતો આત્મવિશ્વાસ અને અપેક્ષા નિરાશા અને નિષ્ફળતાનું નિર્માણ કરે છે. વધુ મહેનતે થોડી સફળતા મળવાના યોગ છે. તેથી ધીરજ ધરવી જરૂરી છે. મિલ્કત અને વિલવારસના કાર્યોમાં સહિ સિક્કાની બાબતોમાં ધ્યાન રાખવું. પત્ની ભાગીદારો અને વડિલોના સહકાર મળશે. વડિલોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક રીતે શુભ સમય છે. જાહેર જીવનથી ચિંતા મળી મળીશ કે છે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી સહકાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોનું આયોજન સફળ થશે. આપના માટે શનિવારના વ્રત અને નિત્ય સુર્યને અર્ધ આપવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે મિશ્રફળદાયી સમય રહેશે.
ધન (ભ.ફ.ધ.ઢ)
મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ શનિગ્રહની પનોતીનો કપરો તબબકો અને રાહુ ગ્રહનો અશુભ બંધન યોગ અશુભ ફળ આપી શકે છે. તેમ છતાં સપ્તાહના મધ્યભાગથી પરાક્રમ સ્થાનમાં સુર્યનું ભ્રમણ સ્વપરાક્રમ દ્વારા કરેલા કાર્યોમાં સફળતા આપશે. માત્ર ધરીજ ધરવી જરૂરી છે. મિલ્કત અને વારસાઈ કાર્ય્માં અડચણો મળી શકે છે. પત્ની ભાગીદારો અને વડિલોનો સહકાર મળશે. વડિલોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતિ અને જાહેર જીવનથી લાભ રહેશે. કોર્ટક ચેરી અને મોસાળ પક્ષથી ચિંતા મળી શકે છે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોમાં આર્થિક વ્યય મળી શકે છે. આપના માટે શનિવારના વ્રત અને શિવઉપાસના કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે મિશ્રફળદાયી સમય રહેશે.
મકર (ખ.જ.)
મિત્રો આપના માટે ગોચર ગ્રહોનો વરતારો વાણીવર્તન અને વ્યવહારમાં નમ્રતા કેળવવાનું સુચવે છે. જન્મના ગ્રહો અને ભુતકાળના કર્મો સારા હશે તો જ વર્તમાનમાં કાર્ય સફળતાના યોગ મળી શકે છે. શની મંગળ અને શુક્ર ગ્રહના અશુભ બંધનયોગમાં નવા કાર્યોની શરૂઆત શુભ નથી. મિલ્કત અને વારસાઈ કાર્યોમાં તકલીફો મળી શકે છે. પત્ની ભાગીદારો અને વડિલોની સલાહ લાભદાયી રહેશે. આપનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતિ અને જાહેર જીવન જળવાઈ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી ચિંતા મળી શકે છે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોમાં આર્થિક વ્યય મળી શકે છે. આપના માટે શનિવારના વ્રત અને શિવઉપાસના કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે પ્રતિકુળ સમય મળી શકે છે.
કુંભ (ગ.શ.સ.)
મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ – શુભ અશુભ દરેક ગ્રહોના આર્શિવાદ મળે છે. માત્ર અભિમાની સ્વભાવ અને કાલ્પની ચિંતાનો ત્યાગ કરવો જરૂરી છે. જેટલી નિડરતા અને નમ્રતા કેળવશો તેટલી કાર્ય સફળતા મેળવશો. નવા કાર્યોની શરૂઆત માટે પણ શુભ સમય છે. મિલ્કત અને વારસાઈ કાર્યોનું નિરાકરણ મળશે. પત્ની ભાગીદારો અને વડિલો સહકાર મળશે. ભાઈ-બહેનોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતિ અને જાહેર જીવનથી લાભ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી શુભ સમાચાર મળેશ. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્ય્થી આનંદ રહેશે. આપના માટે શનિવારના વ્રત અને સરસ્વતીજીનું પુજન કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે પ્રગતિકારક સમય રહેશે.
મીન (દ.ચ.ઝ.થ.)
મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ જન્મના ચંદ્રથી બીજે મંગળ અને સપ્તાહના મધ્યભાથી બારમે સુર્યગ્રહનું ભ્રમણ અશુભ પાકર્તરી યોગનું નિર્માણ કરે છે. તેથી કાર્યોમાં નિષ્ફળતા અને નિરાશા મળી શકે છે. કપરા સમય માટે આત્મવિશ્વાસ કેળવવો આવશ્યક બનશે. મિલ્કત અને વારસાઈ કાર્યોમાં સહી સિક્કાની બાબતોમાં ધ્યાન રાખવું. પત્ની ભાગીદારો અને વડિલો સાથે વિશવાસ કેળવવો જરૂરી છે. વડિલોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતિ અને જાહેર જીવનથી ચિંતા મળી શકે છે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી સહકાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોનું આયોજન સફળ થશે. આપના માટે ગુરૂવારના વ્રત અને નિત્ય સુર્યને અર્ધ આપવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે મિશ્રફળદાયી સમય રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here