તળાજામાં તળપદા કોળી સમાજના સમુહ લગ્ન યોજાયા

0
338

તળાજા તાલુકાના સમસ્ત તળપદા કોળી સમાજના ભવ્ય સમુહ લગ્ન યોજાયો. ૨૫મા  સમુહ  લગ્નમા ૪૩ નવ દંપતીએ  પ્રભુતામાં પગલાં પાડયા હતા. જેમા સમાજના બહોળી સંખ્યામાં આગેવાનો અને નેતાઓએ હાજરી આપી હતી. કેબીનેટ મંત્રી કુંવરજી બાવળિયા, સાંસદ ભારતી બેન શિયાળ, ચેરમેન ગૌતમ ભાઈ ચૌહાણ, અરવિંદભાઈ મેર,  તાલુકા જીલ્લાના પ્રમુખ ધારાસભ્ય અને ગુજરાત સહિતના અન્ય રાજ્યોમાંથી નેતાઓ આગેવાનો સાધુ સંતો અને આગેવાનો હાજરી આપી હતી તેમજ  તમામ નવદંપતીને આશિર્વાદ આપ્યા હતા અને સમુહ લગ્ન સમિતીના આગેવાનને અભિનંદન પાઠવ્યા હતા. સાધુ સંતો   નેતાઓ આગેવાનો પત્રકારો ટીવી ચેનલ અને અખબારના તમામ સમાજના પત્રકાર હાજર રહ્યા હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here