ભાવનગર-ગાંધીનગર ટ્રેનનો થયેલો પ્રારંભ

0
708

તા. ૧૦ ફેબ્રુઆરીના રોજ સવારે ૮/૧૫ કલાકે ભાવનગર ટર્મીનસ ગાંધીનગર ટ્રેઈન નં.૧૯૨૦૪-૧૯૨૦૩ ને ભાવનગરના રેલ્વે સ્ટેશન ખાતેથી લીલી ઝંડી બતાવી સાંસદ ડો. ભારતીબેન શિયાળ, મેયર  મનહરભાઈ મોરી નાયબ મેયર અશોક બારૈયા, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન યુવરાજસિંહ ગોહિલ, ડી. આર. એમ. રૂપા શ્રીનિવાસન સહિતના મહાનુભાવોએ પ્રસ્થાન કરાવ્યુ હતુ.

આ પ્રસંગે સાંસદ ડો. ભારતીબેન શિયાળ એ જણાવ્યુ હતું કે ભાવનગરથી ગાંધીનગર સુધી જતી આ ટ્રેઈનમાં મુસાફરી કરનારા લોકોને અમદાવાદના આંબલી રોડ સ્ટેશન સુધીનું ભાડુ રૂપિયા ૧૦૦ અને ગાંધીનગર સુધીનું ભાડુ રૂપિયા ૧૧૦ ચુકવવાનું રહેશે. આ ટ્રેઈનમાં ૦૮ કોચ અને ૦૧ એ. સી. કોચની સુવિધા મળશે. લોકોને ઓછાં ભાડામાં મુસાફરી કરવાની તક મળશે  બોટાદથી  સાબરમતી સુધી બ્રોડગેજનું કામ ઝડપભેર આગળ વધી રહ્યુ છે અને આ કામ અંદાજે ૦૭ માસના સમયગાળામાં પુર્ણ થશે,  વર્ષ ૨૦૧૯ના અંત સુધીમાં સમગ્ર દેશની તમામ રેલ્વેલાઈનો બ્રોડગેજમાં રૂપાંતરિત થશે, ભાવનગરથી સીધુંજ વૈષ્ણોદેવી જવા માટે ભાવનગર કટરા ટ્રેઈન માટેની કાર્યવાહી થઈ રહી છે, દેશના તમામ રેલ્વે ક્રોસીંગ પર માણસો મુકવામાં આવ્યા છે જેથી મુસાફરોની સલામતી જળવાઈ રહી છે,દેશની તમામ ટ્રેઈનો ઈલેકટ્રીકથી ચાલે તે દિશામાં કેન્દ્ર સરકાર દ્વારા  કાર્યવાહી થઈ રહી છે,  ઢસા જેતલસર પ્રોજેકટ પ્રગતિમા છે.  આ પ્રસંગે ભાવનગર જિલ્લાનાં સોનગઢ, શિહોર, સણોસરા, પાલીતાણા, ભાવનગરપરા રેલ્વે સ્ટેશન પર પાયાની માળખાકીય સુવિધા હેતુસર સાંસદએ ભાવનગર રેલ્વે સ્ટેશન ખાતે  શિલાન્યાસ કર્યો હતો.  આ કાર્યક્રમમાં પુર્વ મેયર અને નગરસેવિકા નિમુબેન બાંભણીયા, વંદેમાતરમ સંઘના કિશોર ભટ્ટ, સ્ટેશન માસ્ટર વસાવા, સર્વોત્તમ ડેરીના ચેરમેન મહેન્દ્રભાઈ પનોત, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ સુનિલભાઈ, રેલ્વે વિભાગના અધિકારી, કર્મચારી તેમજ મ. ન. પા. ની નગરસેવિકા બહેનો હાજર રહી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here