ધોનીએ તિરંગાને બચાવવા માટે બતાવી કમાલની સ્ફૂર્તિ

550

ભારત અને ન્યૂઝીલેન્ડની વચ્ચે રમાયેલી ત્રીજી આંતરરાષ્ટ્રીય ટી૨૦ મેચ દરમિયાન મહેન્દ્ર સિંહ ધોનીએ દર્શાવ્યું કે તે ભારતીય તિરંગાને કેટલો પ્રેમ કરે છે. તેણે તિરંગાને જમીનથી અડતા બચાવવા માટે એવી જ સ્ફૂર્તિ દર્શાવી જેવી તે સ્ટમ્પિંગ દરિમયાન દર્શાવે છે. ધોનીના એક પ્રશંસકે તિરંગો લઈને સુરક્ષા વ્યવસ્થાને તોડતા મેદાનમાં આવી ગયો. તે દોડીને ધોનીની પાસે આવ્યો અને તેને પગે લાગવા લાગ્યો.

આ દરમિયાન તેના હાથમાં જે તિરંગો હતો તે જમીનને અડકી ગયો. ધોનીની જેવી આ તરફ ધ્યાન ગયું તેણે ઝડપથી તિરંગો ઉઠાવ્યો અને તેને પોતાના હાથમાં લઈ લીધો. ત્યારબાદ તે ફેન દોડીને મેદાનથી બહાર ચાલ્યો ગયો. આ ઘટના ન્યૂઝીલેન્ડની બેટિંગ દરમિયાન બની.

ન્યૂઝીલેન્ડે પહેલી બેટિંગ કરતાં ૨૧૨ રન કર્યા. ભારતે જોરદાર ટક્કર આપી પરંતુ તે ચાર રમથી મેચ હારી ગયું. અને એ રીતે સીરીઝ પણ ૨-૧થી ન્યૂઝીલેન્ડના નામે થઈ ગઈ. ધોની બેટિંગ કંઈ ખાસ સારું પ્રદર્શન ન કરી શક્યો અને ચાર બોલમાં માત્ર બે રન કરી આઉટ થઈ ગયો.

Previous articleવિશ્વકપ ૨૦૧૯ઃ રહાણે-વિજય શંકર અને પંતને મળી શકે છે તક
Next articleડીડીસીએના સીનિયર સિલેક્શન અમિત ભંડારી પર અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો