કેચ કરવાના પ્રયાસમાં પોતાની જ બોલિંગમાં અશોક ડિન્ડાને માથે વાગ્યો બોલ

0
191

ક્રિકેટર અશોક ડિન્ડાને સોમવારે કોલકાતામાં ઈડન ગાર્ડન્સમાં પ્રેક્ટિસ મેચ દરમિયાન ઈજાગ્રસ્ત થઈ ગયો. ઈજા થતાં તેને તાત્કાલીક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. બોલિંગ કરતી વખતે તેને આ ઈજા થઈ. મૂળે, તેની જ બોલિંગ પર બેટ્‌સમેને શોટ માર્યો અને સીધો તેના ચહેરા પર વાગ્યો. વીડિયોને જોઈને લાગી રહ્યું છે કે જોરદાર ઈજા થઈ હશે.

મીડિયા રિપોટ્‌ર્સ મુજબ, ડિન્ડાને એક્સ-રે અને સ્કેન માટે મોકલવામાં આવ્યો. જોકે, પુષ્ટિ કરવામાં આવી છે કે ચિંતાનું કોઈ કારણ નથી કારણ કે ડિન્ડાએ મેદાનથી બહાર જતી વખતે સ્થિર દેખાયો. બંગાળ ક્રિકેટ એસોસિએશનના અધિકારીએ જણાવ્યું કે, કશું ચિંતાજનક નથી પરંતુ તેને બે દિવસ આરામની સલાહ આપવામાં આવી છે.

આ ઘટના ૨૩ ફેબ્રુઆરીથી શરૂ થઈ રહેલી સૈયદ મુશ્તાક અલી ટી-૨૦ ટ્રોફી માટે બંગાળની પ્રેક્ટિસ કેમ્પ દરમિયાન થઈ. બંગાળના બેટિંગ સલાહકાર વીવીએસ લક્ષ્મણે મેચ જેવી સ્થિતિ ઊભી કરી, જે દરમિયાન બેટ્‌સમેન વિવેક સિંહે ડિન્ડાના બોલને સીધો માર્યો અને તે તેના ચહેરા પર વાગ્યો. ૩૪ વર્ષીય ડિન્ડાને તરત પોતાનો બચાવ કરતાં પોતાના હાથોને ઉપર ઉઠાવી લીધા, તેમ છતાંય બોલ તેના માથા પર વાગ્યો. હાલમાં જ સમાપ્ત થયેલી રણજી ટ્રોફીમાં ડિન્ડાએ બંગાળ તરફથી રમે છે અને ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)માં રાઇજિંગ પુણે સુપરજાયન્ટ્‌સ માટે રમે છે. આ પહેલા તે રોયલ ચેલેન્જર્સ બેંગલોર, દિલ્હી ડેરડેવિલ્સ, પુણે વોરિયર્સ ઈન્ડિયા અને કોલકાતા નાઇટરાઇડર્સ માટે રમી ચૂક્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here