ભાવનગર પબ્લિક સ્કુલમાં રમતોત્સવ ઉજવાયો

0
198

ભાવનગર પબ્લિક સ્કુલ ખાતે ર૬મી જાન્યુઆરીના દિવસે ધ્વજવંદનની સાથે રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્લેગ્રુપથી લઈને ત્રીજા ધોરણ સુધીના વિદ્યાર્થીઓએ ભોગ લીધો હતો. તેમજ દરેક વિદ્યાર્થીઓની માતાઓએ પણ અલગ-અલગ રમતોમાં ભાગ લીધો હતો. રમતોત્સવનું સંપુર્ણ આયોજન સ્કુલના આચાર્યા મોનાબેન ભટ્ટ અને શિક્ષકોએ કર્યુ હતું તેમજ જજનું કાર્ય ઉષાબેન જોષી અને કમલ એચ. દવે દ્વારા કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને રમતોત્સવમાં પ્રોત્સાહિત કરવા માટે અસ્લમભાઈ અલ્લાના, શાહીનબેન મર્ચન્ટ, હેમાબેન વડોદરીયા, આરીફભાઈ કાલવા ઉપસ્થિત રહ્યા હતાં. અને દરેક વિદ્યાર્થીઓને મોમેન્ટો આપીને સન્માનિત કર્યા હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here