મંત્રી સ્મૃતિ ઈરાની આજે ભાવનગરમાં

0
498

કેન્દ્રીય સ્મૃતિ ઈરાની આવતીકાલ તા.૧૨ના રોજ ભાવનગરના પ્રવાસે આવી રહેલ છે રાજ્યભરમાં ભાજપ દ્વારા યોજાનાર પ્રબુધ્ધ નાગરીક સંમેલનનું ભાવનગર શહેર ભાજપ દ્વારા આયોજન કરવામાં આવ્યુ જેમાં તેઓ પ્રાસંગીક વકતવ્ય આપશે.

ગુજરાતના ગૌરવ એવા નરેન્દ્ર મોદીને પુનઃ વડાપ્રધાન બનાવવા માટેનો ભાજપ દ્વારા અશ્વમેઘ યજ્ઞ યોજવાનો છે ત્યારે આગામી સમયમાં આવી રહેલ લોકસભાની ચૂંટણી પૂર્વે ભાજપ દ્વારા મતદારોમાં જાગૃતિ લાવવાનું કામ કરવામાં આવનાર છે જેમાં ભાજપની વિકાસગાથા વર્ણવવા પ્રદેશ ભાજપ દ્વારા પ્રબુધ્ધ નાગરિક સંમેલન યોજવામાં આવનાર છે જેના ભાગરૂપે આવતીકાલ તા.૧૨ના રોજ ભાવનગર શહેર ભાજપ દ્વારા ઈસ્કોન કલબ ખાતે સાંજે ચાર કલાકે પ્રબુધ્ધ નાગરિક સંમેલન યોજવામાં આવનાર છે જેમાં કેન્દ્રીય ટેક્ષટાઈલ મંત્રી સ્મૃતી ઈરાની ઉપસ્થિત રહેશે અને પ્રાસંગીક વકતવ્ય આપશે. આ  કાર્યક્રમમાં ભાજપના હોદ્દેદારો, સાંસદ, ધારાસભ્યો, મેયર, નગરસેવકો સહિત ઉદ્યોગપતિઓ અને પ્રબુધ્ધ નાગરિકો ઉપસ્થિત રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here