સ્કાઉટ ગાઈડની ૨૮મી રાજ્યરેલીનું સમાપન

0
307

આજે તા. ૧૧ ફેબ્રુ. ના રોજ સવારે ૧૦-૦૦ કલાક થી બપોરના ૧૩-૫૦ કલાક સુધી ગુજરાત રાજ્ય  ભારત સ્કાઉટ ગાઈડ સંઘ દ્વારા આયોજીત ૨૮મી રાજ્ય રેલીનો સમાપન સમારોહ સરદાર પટેલ હીલ ગ્રાઉન્ડ કાળીયાબીડ ખાતે  યોજાયો હતો.  આ કાર્યક્રમ પ્રસંગે ઉપસ્થિત રહેલ ભાવનગર યુનિર્વસીટીના કુલપતિ ડો. ગીરીશભાઈ વાઘાણીએ જણાવ્યુ હતું કે ૧૯૨૩ થી સ્કાઉટ ગાઈડની પ્રવ્રુત્તિ ભાવનગર જિલ્લામાં કાર્યરત છે વર્ષ ૧૯૬૩ થી રાજ્યરેલી શરૂ થઈ હતી પ્રથમ રેલી ૧૯૬૩ મા સુરત ખાતે યોજાઈ હતી ત્યાં ભાવનગર ચેમ્પીયન બન્યુ હતુ, ૨૭ મી રેલી  માણસા ખાતે યોજાઈ હતી ત્યાં પણ ભાવનગર ચેમ્પીયન બન્યુ હતુ, ભાવનગરના આંગણે ૨૮મી રાજ્યરેલીમાં ભાગ લેનારા બાળકોને અહીં જે કંઈપણ જીવન ઉપયોગી શિક્ષણ મળ્યુ છે તેનો સદઉપયોગ કરવાથી તેમનો ચોક્કસપણે જીવનવિકાસ થશે.  રેલીમાં ભાગ લેનારા બાંગ્લાદેશના સ્કાઉટએ જણાવ્યું કે ભારત દેશમાં ગુજરાત અતિ સમ્રુદ્ધ રાજ્ય છે અને તેમાં પણ ભાવનગરના લોકો ખુબજ લાગણીશીલ માયાળુ સ્વભાવના છે. માનદ રાજ્યમંત્રી મનીષકુમાર મહેતાએ જણાવ્યુ હતું કે સ્કાઉટ માસ્ટર, ગાઈડ કેમ્પર  રોવર રેન્જરના અથાગ પ્રયત્નથી જ આ કાર્યક્રમ સફળ બની રહ્યો છે. આ પ્રસંગે તા. ૦૮ થી ૧૦ સુધી યોજાયેલી ૦૮ સ્પર્ધાઓના વિજેતા એવાં ૦૧ થી ૦૩ નંબર મેળવેલ જિલ્લાઓનાં વિજેતા સ્કાઉટ અને ગાઈડ પ્રતિનિધિઓને પ્રમાણપત્ર અને શીલ્ડ આપી સન્માનિત કરાયા હતા.

આ કાર્યક્રમમાં કમિશનર  જનાર્દન પંડ્યા, એન. એફ. ત્રિવેદી, રાજ્યરેલી કો-ઓર્ડિનેટર દિનેશભાઈ વ્યાસ,માનદ રાજ્યમંત્રી મનિષકુમાર મહેતા, સીમાબેન મહેતા, અસ્મિતાબેન વ્યાસ, જિલ્લા કમિશનર જયેશભાઈ દવે  રાજ્ય ટ્રેઈનીંગ કમિશનર ભીખાભાઈ સીદપરા, અજયભાઈ ભટ્ટ,  પરેશભાઈ, ઉદયભાઈ બોરીસાગર, મૌલેશભાઈ, દર્શનાબેન, હેમંતભાઈ, નીલેશભાઈ,  માણીયા સહિત સ્કાઉટ ગાઈડના વિધાર્થીઓ, શિક્ષકો, લોકો મોટી સંખ્યામાં હાજર  રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here