મહુવા ખાતે માનવભક્ષી દીપડાએ બાળકનો શિકાર કરતા ખળભળાટ

0
561

ભાવનગર જિલ્લાના બગદાણાના માલપર ખાતે એક દીપડાએ બાળકનો શિકાર કર્યાની ઘટના સામે આવી છે. તાજેતરમાં ભાવનગર જિલ્લામાં આવા બે-ચાર બનાવો સામે આવ્યા છે. આ કેસમાં નેસડામાં ઊંઘી રહેલા બાળકને દીપડો ઉઠાવી ગયો હતો અને તેને ખાઈ ગયો હતો.

આ અંગે મળતી માહિતી પ્રમાણે વહેલી સવારે ચાર વાગ્યાની આસપાસ પરિવારને પોતાનું બાળક ગુમ થયું હોવાની માહિતી મળી હતી. બાળકના પિતાએ જણાવ્યું હતું કે સવારે ચાર વાગ્યાની આસપાસ તેના ફળિયામાં બાંધેલી ગાયો અચાનક ભડકી હતી. આ અંગે તપાસ કરવા જતાં તેનો પુત્ર ગુમ હોવાની માહિતી મળી હતી.

શોધખોળ કરવામાં આવતા નજીકમાંથી બાળકનો હાથ-પગ વગરનો મૃતદેહ મળી આવ્યો હતો. શરીરના બાકીના ભાગો દીપડો ખાઈ ગયો હતો. આ અંગે પરિવાર તરફથી વન વિભાગને જાણ કરવામાં આવી હતી. જે બાદમાં વન વિભાગનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. મળતી માહિતી પ્રમાણે બગદાણાના માલપરા ખાતે રહેતો પરિવાર ગાયો ચરાવવાનું કામ કરે છે અને નેસડામાં જ રહે છે.

આ પહેલા ગત વર્ષે ડિસેમ્બરમાં મહુવાનાં દરિયાકાંઠાના વિસ્તારમાં એક સિંહે માણસ પર હુમલો કર્યાનો બનાવ સામે આવ્યો હતો. આ બનાવમાં યુવકનું મોત થયું હતું. શિકાર કર્યા બાદ સિંહ યુવકને ખાઈ ગયો હતો. ૧૩મી ડિસેમ્બરના રોજ વહેલી સવારે આ બનાવ બન્યો હતો. માણસના મોત બાદ વન વિભાગનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here