હાલના ફોર્મને જોતા ભારત, ઈંગ્લેન્ડ વિશ્વકપ જીતવાના દાવેદારઃ  પોન્ટિંગ

0
230

ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગે કહ્યું કે, હાલના ફોર્મને જોતા ભારત અને ઈંગ્લેન્ડ આગામી એકદિવસીય વિશ્વકપ જીતવાના પ્રબળ દાવેદાર હશે પરંતુ તેની ટીમની પાસે પણ ટાઇટલ બચાવવાની તક હશે.

પોન્ટિંગે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાની વેબસાઇટ ક્રિકેટ ડોટ કોમ ડોટ એયૂને કહ્યું કે, પ્રતિબંધિત બેટ્‌સમેન સ્ટીવ સ્મિથ અને ડેવિડ વોર્નરની વાપસી બાદ ૩૦ મેથી ઈંગ્લેન્ડમાં રમાનારી ટૂર્નામેન્ટમાં ઓસ્ટ્રેલિયા ટાઇટલ જાળવી શકે છે.

પોન્ટિંગને જ્યારે પૂછવામાં આવ્યું કે, શું ઓસ્ટ્રેલિયા વિશ્વકપ જીતી શકે છે, તો તેમણે કહ્યું, બિલકુલ જીતી શકે છે. હાલના ફોર્મને જોતા ભારત અને ઈંગ્લેન્ડ અત્યારે સૌથી વધુ મજબૂત ટીમ છે, પરંતુ અમારી ટીમમાં વોર્નર અને સ્મિથને જોડી લેશો તો અમારી ટીમ પણ બીજી ટીમની જેમ મજબૂત જોવા મળશે.

ઓસ્ટ્રેલિયાની ટીમે છેલ્લા ૨૬ વનડે મેચમાંથી માત્ર ચાર મેચોને જીતવામાં સફળ રહી છે અને ટીમના નવા સહાયક કોચ બનેલા પોન્ટિંગને સારા પ્રદર્શનની આશા છે. વિશ્વકપ ખિતાબ ત્રણવાર જીતનારા ૪૪ વર્ષના આ દિગ્ગજે કહ્યું, હું આ તે માટે નથી કહી રહ્યો કે ટીમનો કોચ છું. ઈંગ્લેન્ડની પરિસ્થિતિ અમારા ખેલાડીઓને અનુકુળ હશે. મને લાગે છે કે ઓસ્ટ્રેલિયા પણ પ્રબળ દાવેદાર હશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here