વાઘ હોવાની વન વિભાગની પુષ્ટિ  જંગલમાં ન જવા લોકોને અપીલ

904

મહિસાગર જિલ્લામાં બે દિવસ પહેલાં જોવા મળેલું વન્ય પ્રાણી વાઘ જ હોવાની વન વિભાગ તરફથી પુષ્ટિ કરવામાં આવી છે. બે દિવસ પહેલાં એક શિક્ષકે દાવો કર્યો હતો કે, તેણે એક વાઘની તસવીર ક્લિક કરી છે. ત્યાર બાદ વન વિભાગની ટીમે વાઘને શોધવા માટે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.

હવે વન વિભાગ તરફથી વાઘની અન્ય એક તસવીર જાહેર કરીને એ વાતની પુષ્ટિ કરવામાં આવી છે કે શિક્ષકે ક્લિક કરેલી તસવીર હતી તે વાઘની જ હતી. એટલે કે ગુજરાતમાં વાઘ હોવાના સમાચાર પર વન વિભાગે મહોર મારી દીધી છે.આ અંગે વનમંત્રી ગણપત વસાવાએ કહ્યું છે કે, ગુજરાત સરકાર વાઘના વધામણાં માટે તૈયાર છે. રાજ્યમાં પહેલાથી જ સિંહ અને દીપડા છે. હવે વાઘ માટે પણ ગુજરાત સક્ષમ છે. વાઘની તપાસ માટે વન વિભાગનું સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે. મધ્યપ્રદેશમાંથી વાઘ આવ્યો હોવાની સંભાવના છે. બે દિવસ પહેલાં એક શિક્ષકને વાઘને રસ્તો ઓળંગતા જોયો હતો અને તેની તસવીર પોતાના મોબાઈલ માં કેદ કરી હતી. ત્યાર બાદ લુણાવાડામાં વન વિભાગની ટીમ દ્વારા વાઘને શોધવા જંગલમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

આ સર્ચ ઓપરેશનમાં ઇર્હ્લં સહિત વન વિભાગનો ૨૦૦ કર્મીઓનો કાફલો જોડાયો હતો.વનવિભાગની ટીમને તપાસ દરમિયાન ઝાડ અને જમીન પર વાઘના પંજાના નિશાન મળ્યા હતા હતા. વન વિભાગ તરફથી કડાણા, સંતરામપુર, લુણાવાડાના જંગલોમાંમાં પણ નાઈટ વિઝન કેમેરા લગાવવામાં આવ્યા હતા. આવા જ એક નાઈટ વિઝન કેમેરામાં વાઘ કેદ થઈ ગયો છે.

Previous articleભાજપમાં સંગઠનમાં આંતરિક વિખવાદ વકરતાં પ્રભારી મંત્રીઓ કામે લાગ્યાં
Next articleહાઇકોર્ટનું કડક વલણ, સોમવાર સુધી ૨૩ જિલ્લામાં આઇસોલેશન વોર્ડ શરૂ કરવા આદેશ