ગુજરાત રાજયમાં ૨.૦૪ લાખથી વધુ મકાન યોજનાનો અમલ શરૂ, ૫ જિલ્લાના ૧૪,૦૦૦ મંજૂરીપત્ર અપાયા

1406
gandhi1352017-3.jpg

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આણંદથી રાજયમાં પ્રત્યેક ગરીબને પોતાનું ઘર આપવાનો સંકલ્પ સાકાર કરતી પ્રધાનમંત્રી આવાસ યોજના(ગ્રામીણ)ના રાજયવ્યાપી અમલીકરણનો આરંભ કરાવ્યો હતો. મધ્ય ગુજરાતના આણંદથી અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, ખેડા અને આણંદ જિલ્લાના ૧૪૦૦૦ થી વધુ લાભાર્થીઓને પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ)ના આવાસ બાધકામ મંજૂરી પત્રો અને આવાસોના મોડેલ્સનું વિતરણ કર્યું હતું.
પીએવાય(જી)ના લાભાર્થી ઓના ખાતામાં પહેલા હપ્તાની રૂા.૪૦ હજારની રકમ સીધેસીધી જમા થઇ જાય એવી વ્યવસ્થા કરવામાં આવી છે અને વચેટીયાઓને કટકી-બટકીની કોઇ તક નહીં મળે. પ્રધાનમંત્રી આવાસ યોજના(ગ્રામીણ)થી નાનું પણ સુંદર, સુવિધાસભર મકાન બનાવે, તેને સજાવે તેવો અનુરોધ કરવાની સાથે આ નાનકડા મકાનો ભવિષ્યમાં તેમને મોટા બંગલાના માલિક બનવા તરફ દોરી જાય એવી શુભકામના પાઠવી હતી.
પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ સમગ્ર રાજયના ઘરવિહોણાઓને પોતાનું ઘર ઉપલબ્ધ કરાવવાના રાજય સરકારના સંકલ્પને દોહરાવતા પંચાયત અને ગ્રામ વિકાસપ્રધાન જયંતી કવાડિયાએ જણાવ્યું હતું કે ગુજરાત સરકારે અંદાજપત્રમાં આ યોજનાના અમલીકરણમાં સહભાગી બનવા રૂા.૧૩૭૨ કરોડની જોગવાઇ કરી છે અને પ્લોટ માટે જમીન સંપાદન સહિતની બાબતોમાં સકારાત્મક સુધારણાઓ કરી છે.
ગુજરાતમાં પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ)નો મિશન મોડમાં અમલ કરાશે તેવી જાણકારી આપતાં ગ્રામ વિકાસ વિભાગના અગ્ર સચિવ ડૉ. જયંતિ રવિએ જણાવ્યું હતું કે આ યોજના હેઠળ રાજયમાં ૨,૦૪,૭૦૩ ઘર બનાવવાનું આયોજન છે અને જીઈઝ્રઝ્ર ની યાદીમાં સમાવિષ્ટ ઘરવિહોણા અને પ્લોટવિહોણાને પ્લોટસ પણ યોજના હેઠળ અપાશે. તેમણે આગામી ૪૫ દિવસમાં મકાનનું કામ પૂરૂં કરનાર લાભાર્થીઓને વધારાના પ્રોત્સાહનો આપવાનો સંકેત આપ્યો હતો.

Previous articleગાંધીનગર જિલ્લામાં જુદા જુદા અકસ્માતોમાં ૪ ના મોત
Next articleગરબા ક્લાસીસની મુલાકાતે પાલીતાણાના ધારાસભ્ય