આંખનાં રોગથી બચવા માટે

1047

આપણાં દેશમાં લગભગ દોઢ કરોડ અંધજનો હોવાની ગણત્રી છે. આ ઉપરાંત બીજા એટલા જ ઓછુ દેખાતા (અંધાપાની નજીક)લોકો છે. અંધાપાનાં ઘણાં કારણો પૈકી પોષક તત્વોની ખામી તથા ‘ખીલ’તોપડીયા મુખ્ય છે. સરકાર તરફથી અંધાપાં નિવારવાનાં કાર્યક્રમને અગ્રતાક્રમ અપાયો છે. અંધાપાનાં અન્ય કારણોમાં મોતીયો તથા જામર પણ છે. અગાઉ જણાવ્યાં મુજબ ખીલ એ અંધાપો થવાનું અગત્યનું કારણ છે, જે વાયસરથી થાય છે. આ ચેપીરોગ છે. તેથી દર્દી દ્વારા વપરાતી વસ્તુઓ અલગ રાખવી. તાત્કાલિક તબીબી સારવાર લેવી તથા સ્વચ્છતા રાખવી.જેથી આ રોગને ફેલાતો અટકાવી શકાય. કુટુંબનાં દરેક સભ્યો એક જ કાજલ, સુરમો વાપરે તો તેનાથી ચેપ તરત ફેલાઈ શકે છે. જો કે નિષ્ણાંતો તો દરેક પ્રકારનાં આંજણનો સખ્ત વિરોધ કરે છે.

દુનિયામાં ૫ થી ૬ કરોડ લોકો ખીલ અથવા તાપોડીયાથી પીડાય છે. તેમના એકલા ભારતમાં જ સવારથી દોઢ કરોડ દર્દી છે. જેઓને યોગ્ય સારવાર મ મળે તો અંધાપામાં પરિણમી શકે છે. ખીલ, તાપોડીયાનો ઈલાજ નિષ્ણાંત તબીબ પાસે લાંબો સમય કરાવવો જરૂરી છે.

પોષક તત્વોની ખામીમાં પ્રજીવક (વિટામીન) એ ની ઉણપ મુખ્ય છે. જેને કારણે પ્રથમ રતાંધળાપણું અનેપછી અંધાપો આવે છે. આપણા દેશમાં વીટામીન એ ‘એ’ ની ખામીને કારણે લગભગ અર્ધો લાખ જેટલા બાળકો અંધાપાનો ભોગ દર વર્ષે નબે છે. અને ૩ થી ૪ લાખ બાળકો દર વર્ષની જાંખપથી પીડાય છે. ગાજર, પપૈયાું, દુધ, ઘી, ઈંડા, લીલા શાકભાજી, કોબી વગેરેમાં વીટામીન ‘એ’ પુષ્કર પ્રમાણમાં મળી રહે છે. આ વિટામીનની ખામીવાળા દર્દીને વિટામીન ‘એ’ની ગળી આરોગ્ય કેન્દ્રોમાંથી મફત મળી શકે છે.

આમ અંધાપો નિવારવા આંખોનાં આરોગ્ય વિષેનું સામાન્ય જ્ઞાન અને યોગ્ય ખોરાક ખુબ જરૂરી છે. ખાસ કરીને શાળામાં જતાં નાના બાળકોને (૧) આંખનાં આરોગ્યની યોગ્ય સમજણ, (૨) આંખોની નિયમિત તપાસ, (૩) ખોટા વહેમો દુર કરવા, (૪) આંજણ-સુરમા કદી પણ ન આંજવો, (૫) યોગ્ય આહાર તથા, (૬) જરૂરી તબીબી સારવાર અગત્યનાં ઉપાયો છે.

આંખ અને વીટામીન ‘એ’

ડોકટર સાહેબ ! મારો મુન્નો બટાટાનું શાક, રોટલી અને કઠોળ સિવાય કોઈ ચીજ ને હાથ જ નથી અડાડતો, લીલા શાકભાજી, ફળો કે દુધ સાથે તો જાણે બાપે માર્યા વેર..કંઈ સમજાવોને સાહેબ ! ..

આવી ફરિયાદ ઘણીવાર સાંભળવા મળે છે અને આવા ઘણાં મુન્નાઓ ફળ, લીલાશાકભાજી, દુધ વગેરે ત્યાગી આંખનો રોગોના ભોગ બને છે. પરંતુ આ આંખરૂપી અમુલ્ય રતનનું જતન કરવું અને તેનું પતન અટકાવવુંએ આપણી ફરજ છે.

દુધ અને દૂધજન્ય બધા જ આહાર વિટામીન ‘એ’ થી ભરપુર છે. ગાજર, પપૈયું, સરગવો, લીલાશાંકભાજી, કેરી, ટમેટા વગેરેમાં પણ સારા પ્રમાણમાં પ્રજીવક ‘એ’ છે રોજ સો થી દોઢસો ગ્રામ દૂધ અને ૨૦૦થી ૨૫૦ ગ્રામ લીલાશાંકભાજી અને તેટલાં જ પ્રમાણમાં ઉપર વર્ણવેલ ફળોમાંથી એક નિત્ય લેવાની ટેવ આંખ રૂપી રતનનું જતન કરે છે. (સાથો સાથ તે વધારાનો લાભ) ઉપરોક્ત આહાર ન લેવાની કુટેવવાળી વ્યક્તિમાં આંખનું તેજ ઓછુ થવાની સાથે તે વાંરવાર ખાંસી તથા શ્વાસના રોગોનો ભોગ બને છે. વીટામીન ‘એ’ એન્ટીઓકસીડન્ટનો ગુણધર્મ પણ ધરાવે છે. એન્ટીઓકસીડન્ટ એવું તત્વ છે. જે શરીરની જૈવિક તથા મેટાબોલીઝમની પ્રક્રિયા દ્વારા ઉત્પન્ન થયેલું ખુબજ ખુંખાર અને ખતરનાક તત્વોનો નાશ કરે છે. આ તત્વથી હૃદય તથા રક્તવાહીનીમાં નુકશાન થાય છે અને વૃધ્ધત્વ જલ્દી આવે છે.

જેમ આંખ એ અવયવોમાં રાજા છે. તેમ ‘એ’ વિટામીનોમાં રાજા છે. નેત્રપટ (રેટીના)નાં આરોગ્યને વિટામીન ‘એ’ સાથે ધનિષ્ઠ સંબંધ છે જે વ્યક્તિને રાત્રે ઓછુ દેખાય કે ન દેખાય તેને ૪-૫ દિવસ વિટામીન ‘એ’ની ગોળી (જરૂર પડે ઈંજેકશન)અપાય તો ચમત્કારીક પરિણામ આવે છે. રતાંધળાપણુ દુર થાય છે.

વિટામીન ‘એ’ ના અભાવથી આંખનો આગળનો ચમકતો ભાગ ફીક્કો બને છે. આંખ સુકી બને છે. કિકીની આજુબાજુનાં ભાગમાં ચીરા પડવા લાગે છે. પછી અલ્સર (ચાંદુ)થાય છે. કોર્નિયામાં સફેદ પડ થઈ જાય છે. જેથી બરાબર જોઈ નથી શકાતુ. આ પરિસ્થિતીમાં પણ જો વિટામીન ‘એ’ની ઉણપ પ્રત્યે દુર્લક્ષ સેવાય તો કોર્નિયા ફાટી જાય અને લેન્સ (નેત્રમણી)ને નુકશાન થઈ કાયમી અંધાપો આવી શકે છે. ભારતમાં લાખ્ખો લોકોએ આ રીતે આંખો ગુમાવી છે.

Previous articleકેજરીવાલ સરકારે મૃતકના પરીવારજનોને ૫ લાખના વળતરની જાહેરાત કરી
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે