ઢુંઢર દુષ્કર્મ કેસ : રજુઆત કરવા ગયેલા ભાજપા કાર્યકર્તાની અટકાયત

713

સાબરકાંઠા જિલ્લાનાં હિમતનગર તાલુકાના ઢુંઢર ગામની સીમમાં આવેલ ફેકટરીના એક શ્રમિકે દોઢ વર્ષની બાળકીનુ અપહરણ કરી તેની પર દુષ્કર્મ આચર્યું હતું. જેના કારણે આખા રાજ્યમાં રોષની લાગણી વ્યાપી હતી. આ કેસમાં ત્રણ મહિના ઉપરાંતનો સમય વીત્યો હોવા છતાં રાજય સરકાર દ્વારા કોઇ જ નક્કર કાર્યવાહી કરવામાં નથી આવી રહી. ત્યારે બુધવારે ઠાકોર સમાજનાં અગ્રણી, ભાજપનાં નેતા ચેતન ઠાકોર અને બાળકીનાં પરિવારજનોએ રાજ્ય સરકારને રજુઆત કરવા પહોંચ્યા હતાં. જ્યાં ઠાકોર સમાજના અગ્રણી, પરિવારજનો અને ચેતન ઠાકોરની અટકાયત કરી લેવામાં આવી.

જ્યારે આ લોકો રાજ્ય સરકારને રજૂઆત કરે તે પહોલા જ આ બધા લોકોની અટકાત કરી લેવામાં આવી છે. અટકાયત પહેલા આ લોકો અને તંત્રની સામસામે બોલાચાલી પણ થઇ હતી.

મહત્વનું છે કે ભાજપના યુવા નેતા ચેતન ઠાકોરે ગઇકાલે પીડિત પરિવારના ન્યાય માટે સાબરકાંઠા જિલ્લા કલેકટરને વિગતવાર આવેદનપત્ર સુપ્રત કર્યું હતું. બુધવારે ચેતન ઠાકોર પીડિત પરિવાર સહિતના લોકોને લઇ રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીને મળવા જવાનાં હતાં. રાજ્યનાં સીએમને પીડિત પરિવારને આપવાની માંગણી સાથે આવેદનપત્ર સુપ્રત કરવાનાં હતાં અને ફાસ્ટટ્રેક કોર્ટ જલ્દી રચવામાં આવે તેવી પણ માંગણી કરવાનાં હતાં.

મહત્વનું છે કે ગત સપ્ટેમ્બર મહિનામાં સાબરકાંઠાના ઢુંઢર ગામે બિહારના પરપ્રાંતીય શખ્સે માત્ર ૧૪ માસની બાળકીને દુષ્કર્મનો ભોગ બનાવી હતી. જેના રાજયભરમાં ઘેરા પ્રત્યાઘાત પડયા હતા. જે પછી અમદાવાદ,ગાંધીનગર, મહેસાણા, અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા સહિતના અનેક જિલ્લાઓમાં પરપ્રાંતીયો પર સંખ્યાબંધ હુમલાઓ થયા હતા. રાજયભરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સામે ગંભીર સવાલો ઉભા થતાં સરકારે મોટી જાહેરાતો કરી હતી.

Previous articleલાખો રૂપિયાના પગાર લેતા ગરીબ ધારાસભ્યો માટે સરકારની લાખોની આરોગ્યની યોજના
Next articleવેલેન્ટાઈન ડેની પૂર્વ સંધ્યાએ પુષ્પોની પૂરબહાર, ભાવ ઊંચકાયાં