રાણપુરમાં સ્વાઈન ફ્લુનાં ઉકાળાનુ વિતરણ કરાયુ

525

હાલમાં ગુજરાતમાં તેમજ બોટાદ જીલ્લામાં સ્વાઈન ફ્લુ એ દેખા દેતા લોકો માં એક પ્રકાર નો ભય ઉભો થયો છે રાણપુર અને રાણપુર તાલુકાના ગામડાઓમાં સ્વાઈન ફ્લુ ને લઈને લોકો ચિંન્તા માં મુકાયા છે ત્યારે રાણપુર ના પત્રકાર વિપુલ લુહાર દ્વારા રાણપુરમાં સ્વાઈન ફ્લુ ના ઉકાળા નુ તાત્કાલિક વિતરણ કરવા અંગે રજુઆત કરાઈ હતી જે અંતર્ગત  આજરોજ રાણપુર ખાતે મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો.જે.ઓ.માઢક ના માર્ગદર્શન મુજબ રાણપુર સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે અને રાણપુર પોલીસ સ્ટેશન પાસે સ્ટોલ ઉભા કરી સ્વાઈન ફ્લુ ના ઉકાળા નુ વિતરણ કરવામાં આવ્યુ હતુ રાણપુર ગામાનાં અને રાણપુર આજુબાજુ લોકોએ સ્વાઈન ફ્લુ ઉકાળો પીધો હતો રાણપુર ના મામલતદાર ના હસ્તે આ ઉકાળા વિતરણનુ ઉદ્દધાટન કર્યુ હતુ અને ખુબજ મોટી સંખ્યા માં લોકોએ આ ઉકાળો પીધો હતો

જ્યારે રાણપુર ના કુંડલી અને અળઉ ગામે પણ ઉકાળા નુ વિતરણ કરવામાં આવ્યુ હતુ જેમાં લગભગ ૨૦૦૦ લોકોએ ઉકાળો પીધો હતો.આ ઉકાળા વિતરણ નો કાર્યક્રમ નાગનેશ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના મેડીકલ ઓફીસર ડો.પારૂલબેન જમોડ,રાણપુર તાલુકા હેલ્થ ઓફીસર ડો.જાકીરહુશૈન સાહેબ,તાલુકા સુપરવાઈઝર ઓ.ટી.ટીંબલ, મોહસીનભાઈ તથા તાલુકા હેલ્થ કચેરીનો સ્ટાફ ના સહયોગ થી આ કાર્યક્રમ થયો હતો.

Previous articleઢસા પીએચસીમાં સઘન તપાસ સાથે ઉકાળાનું વિતરણ કરાયું
Next articleભાવેણાના ચિત્રકાર અશોક પટેલનું અમદાવાદમાં ચિત્ર પ્રદર્શન યોજાશે