બરવાળામાં કોંગ્રેસ દ્વારા જનઆક્રોશ રેલી યોજી મામલતદારને આવેદનપત્ર પાઠવ્યુ

0
342

બરવાળા ખાતે કોંગ્રેસ સમિતિ દ્વારા વિવિધ મુદે જન આક્રોશ રેલી યોજી મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતુ આ કાર્યક્રમમાં ધર્મેન્દ્રસિંહ વેગડ(પ્રમુખ બરવાળા શહેર કોંગ્રેસ) ધર્મેન્દ્રભાઈ પટેલ (પ્રમુખ બરવાળા તાલુકા કોંગ્રેસ) ભુપતભાઈ ડાભી(મહામંત્રી બોટાદ જિલ્લા કૉંગ્રેસ) રામસંગભાઈ સોમાણી (મંત્રી જિલ્લા કૉંગ્રેસ) પ્રવિણભાઈ કણઝરીયા(મંત્રી કોંગ્રેસ બરવાળા) સહિતના બરવાળા શહેર તેમજ તાલુકાના કોંગી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત કાર્યક્રમના ભાગ રૂપે બરવાળા શહેર તેમજ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા તા.૧૩/૨/૨૦૧૯ ના રોજ સવારના ૧૧ઃ૦૦ વાગ્યે બરવાળા મુકામે  જન આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતુ.આ રેલી હાઈવે રોડ ઉપરથી પસાર થઈ મામલદાર કચેરી ખાતે પુર્ણ કરવામાં આવી હતી.જેમાં ખેડૂતોના દેવા માફી, શિક્ષણનું વ્યાપારીકરણ, મોંઘવારી, કથળેલ કાયદો અને વ્યવસ્થા, રાફેલ મુદ્દે ભ્રષ્ટાચાર તથા બેરોજગારી,આરોગ્ય સહીતનાં અનેક મુદે નિષ્ફળ નીવડેલી સરકારનાં વિવિધ મુદ્દાને લઈને એસ.કે.નિનામા (મામલતદાર બરવાળા)ને આવેદન પત્ર પાઠવવામાં આવ્યુ હતુ.આ કાર્યક્રમમાં બરવાળા શહેર તથા તાલુકાના કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here