રાજુલા રૂદ્રગણ દ્વારા મોક્ષરથનું લોકાપર્ણ કરાયું

0
295

રાજુલા રૂદ્રગણ ગ્રુપ દ્વારા ૧૩ લાખના ખર્ચે મોક્ષ રથનું લોકાર્પણ કરાયું સેવાભાવી ગ્રુપએ રાજુલા શહેરને મોક્ષ રથ આપી ઉમદા સેવાનું કાર્ય આજે સાર્થક કરી બનાવ્યું હતું.  રાજકીય નેતાઓના કરી શકે તેવું કાર્ય રૂદ્રગણ ગૃપએ રાજુલા શહેર માટે કરી બતાવ્યું રાજુલા શહેરમાં રૂદ્રગણ ગ્રુપનો સિહ ફાળો આજે પણ બોલે છે. રાજુલા શહેરમાં અનેક ગ્રુપ સંસ્થાઓ કામ કરે છે. પરંતુ ખરા અર્થમાં સેવાકીય પ્રવૃત્તિ અને ખાસ ગૌવ સેવકો જેવા યુવાનો રૂદ્રગણ ગૃપમાં જોવા મળી રહ્યા છે. રાજુલા શહેરમાં ઘણા વર્ષોથી સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે શહેરમાં સેવા કરવાની વાત આવે ત્યારે રૂદ્રગણ ગ્રુપ મેદાનમાં આવે છે. વાત લુલી લંગડી ગાયુની હોય કે પછી બિમાર ગાયની હોય કે પછી કોઈ ગરીબ દર્દીની હોય કોઈ પણ સેવાકીય પ્રવૃત્તિના સમાચાર મળે ત્યારે હોંશે હોંશે ઉત્સાહમાં સૌવથી પહેલા રૂદ્રગણ ગૃપની ટીમે મોખરે હોય છે. રાજુલા શહેરને પહેલા વચન આપયું હતું મોક્ષ રથ નવો આપવો આજે મોક્ષરથ નવો ૧૩ લાખના ખર્ચ કરી બનાવી આપતા યાર્ડમાં આજે લોકાર્પણ કરવામાં આવ્યું ગતું જેમાં સ્મશાનના શભુગીરી મહારાજ, પુર્વ સંસદીય સચિવ હીરાભાઈ સોલંકી, યાર્ડ ચેરમેન સામતભાઈ વાઘ, જીજ્ઞેશભાઈ પટેલ, ેચમ્બર ઓફ કોમર્સના પ્રમુખ બકુલભાઈ વોરા, નગરપાલિકા ઉપપ્રમુખ છત્રજીતભાઈ ધાખડા, પુર્વ પ્રમુખ સંજયભાઈ ધાખડા, યુવા ભાજપ પ્રમુખ અશ્વિનભાઈ ખુમાણ, દાદભાઈ વરૂ, રામકુભાઈ ધાખડા, સાદુલભાઈ લાખણોત્રા સહિત શહેરભરના પ્રતિષ્ઠિત નાગરિક અગ્રણીઓ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા સાથે રૂદ્રગણ ગૃપના તમામ યુવાનોને બિરદાવી અભિનંદન આપયા હતાં. જયારે જયારે દુઃખદ બનાવ જે કોઈના પરિવારમાં બનશે ત્યારે ફ્રિ સેવા આ મોક્ષરથ આપશે ૧૩ લાખના ખર્ચે રાજુલા શહેરના લોકો માટે મોક્ષરથ નવો આપવામાં આવ્યો છે. આ રથની પર રૂદ્રગણ મોનીટરીંગ કરશે અને તમામ પ્રકારનું ધ્યાન રાખશે સેવાના ભાવે કામ કરશે સાથે સાથે પુજાબાપુ ગૌશાળાને મીનિ ટ્રેકટર આપવામાં આવ્યું છે. તેનું પણ આજે લોકાર્પણ કરી ટ્રેકટર આપવામાં આવ્યું છે. જે મીની ટ્રેકટર ગૌશાળામાં કામ કરશે સાથે સાથે વર્ષોથી રૂદ્રગણ ગ્રુપ લોકમેળો સહિતના કાર્યક્રમ આ પ્રકારના સેવાના લાભાર્થે દર વર્ષે કરે છે અને ત્યાર બાદ આજ રીતે સેવાકીય પ્રવૃત્તિમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here