બોરવાવ ગામે પટેલ સમાજ દ્વારા દિકરી રથના સામૈયા

771

સમસ્ત લેઉવા પટેલ સમાજ માટે કાર્ય કરતી સંસ્થા દીકરી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ મોટા વડાળા દ્વારા લેઉવા પટેલ સમાજ માટે અનેકવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. લેઉવા પટેલ સમાજની જાગૃતિ માટે પ્રયત્નશીલ આ સંસ્થા જરૂરિયાતમંદ પરિવાર સાથે ખડેપગે ઊભી રહે છે. તાજેતરમાં તાલાલા તાલુકાના બોરવાવ ગામે  ખોડિયાર જયંતિ નિમિત્તે દીકરી આવી પહોંચ્યો હતો. બોરવાવ ગામે પટેલ સમાજ દ્વારા દિકરી રથનાસામૈયા કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત લેઉવા પટેલ સમાજ દ્વારા મા ખોડીયાર ની જયંતી નિમિત્તે  સમૂહ લાપસી નું આયોજન કરવામાં આવ્યું હતું.  આ પ્રસંગે દીકરી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ  હિતેશભાઈ પટેલ કોટડીયા જણાવ્યું હતું કે સંસ્થા દ્વારા આ ગામના જરૂરિયાત મંદ જરૂરિયાત મંદ એવા કાછડીયા પરિવારની એક દીકરીને કરિયાવર આપવામાં આવશે. બોરવાવ ગામના આગેવાન ઓ રમેશભાઈ પોકર,  રમેશભાઈ કાછડીયા, દામજીભાઈ ઘાડિયા  તથા જમનભાઈ રાખોલીયા એ સંપૂર્ણ આયોજન સફળ બનાવ્યું હતું.

આ પ્રસંગે ભરત કોટડીયા એ જણાવ્યું હતું કે લેઉવા પટેલ સમાજમાં સામાન્ય પરિસ્થિતિ માં જીવતા  લોકોને યોગ્ય મદદ મળી રહે તે માટે સંસ્થા અગ્રેસર છે. અત્યાર સુધીમાં દીકરી રથ  ૫૭૦ ગામ ફરી ચૂક્યો છે.

 

Previous articleનાની રાજસ્થળી ખાતે હેમરજની જળધારા પાણી પરબનું લોકાર્પણ
Next articleતળાજાના આચાર્ય વાળાનો નિવૃત્તિ સન્માન સમારોહ સંપન્ન