વિદેશી દારૂ સાથે બે શખ્સોને ઝડપતી ગારિયાધાર પોલીસ

1359

ગારીયાધાર પોલીસ સ્ટેશન સ્ટાફના માણસો ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં તે દરમ્યાન પોલીસ કોન્સ. શક્તિસિંહ જે.સરવૈયાને મળેલ બાતમી આધારે પચ્છેગામ રોડ પર એક ઇસમ દારૂની બોટલ સાથે નિકળેલ છે જેથી ત્યાં જઇ મજકુરને જેમનો તેમ ઉભો રાખી ગાડી પરથી નીચે ઉતરી ગાડીની લાઇટનાં અંજવાળે રાખી તપાસ કરતાં તેનાં પેન્ટનાં નેફામાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની કાચની મેકડોલ લખેલ બોટલ નંગ ૦૧..જોવામાં આવેલ જેથી દારૂ પોતાની પાસે રાખવાં પાસ પરમીટ માંગતા નહીં હોવાનું જણાવેલ આ ઇસમનું નામ ઢામ પુછતાં પોતે પોતાનું નામ ભરતભાઈ ઉર્ફે ખાન બાલાભાઈ ગોરસીયા રહે બહારપરા ગારીયાધાર વાળો હોવાનું જણાવેલ તેમજ મજકુર ઇસમને વધુ પુછપરછ કરતાં આ દારૂની બોટલ ક્યાથી લાવેલ તે અંગે પૂછપરછ કરતાં પોતે આ બોટલ તે કિશોરભાઇ ઓઢાભાઇ માંજરીયા રહે પાંચ ટોબરા તા.ગારીયાધાર વાળા પાસેથી લાવેલાનુ જણાવેલ જેથી મજકુરને સાથે રાખી પાંચ ટોબરા ગામે જતાં કિશોરભાઇ ઓઢાભાઇ માંજરીયા ની કબ્જા ભોગવટામાથી એક જુનાં જેવી ઓરડી આવેલ છે તે ઓરડીમાં અલગ-અલગ બ્રાન્ડની બોટલ નંગ ૧૭.મળી આવેલ આમ મજકુર બંન્ને ઇસમો પાસેથી પોતાનાં કબ્જામાં ગે.કા.વગર પાસ પરમીટે ભારતીય બનાવટનો વિદેશી દારૂની કાચની બોટલ નંગ ૧૮.જેની કુલ કિંમત રૂ. ૫,૪૦૦/-નાં મુદ્દામાલ સાથે પકડી પાડી મજકુર આરોપીઓ સામે પ્રોહી. એકટ તળે કાયદેસર કાર્યવાહી કરી ગારીયાધાર પોલીસ સ્ટેશનમાં પો.કો.શક્તિસિંહ સરવૈયા એ  ગુન્હો રજીસ્ટર કરાવેલ છે..

Previous articleસ્ટેન્ડીંગ કમિટી બેઠકમાં વિકાસના કામોને બહાલી
Next articleમહુવા નજીક અકસ્માતમાં આર્મી યુવાનનું મોત