પાલનપુરમાં પુલવામા આંતકી હુમલાના વિરોધમાં પાકિસ્તાની ધ્વજ અને આંતકવાદીના પૂતળા બાળ્યા

1020

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના કાફલા પર આતંકી હુમલામાં ૪૪ જવાનો શહીદ થયા હતા. તેના વિરોધમાં યુવાનોનો આતંકીઓ અને પાકિસ્તાન સામે રોષ ભભૂકી ઉઠ્‌યો છે. એબીવીપીએ આતંકનું પૂતળું અને પાકનો ધ્વજ સળગાવીને આક્રોશ વ્યક્ત કર્યો હતો.

કાર્યવાહીની માગઃ પાલનપુર શહેરની જીડી મોદી કોલેજ નજીક અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓએ પાકિસ્તાની આતંકવાદ મૂર્દાબાદના નારા સાથે આતંકવાદીના પૂતળા અને પાકિસ્તાનના રાષ્ટ્રધ્વજનું દહન કર્યું હતું. યુવાનોએ ભારતીય સરકાર પાસે સર્જિકલ સ્ટ્રાઇક ૨ની માંગ કરી રોષ દર્શાવ્યો હતો.

Previous articleએસ.ટી. દ્વારા હવે પ્રિમીયમ સર્વીસ શરૃ  સ્લીપર કોચ-એસી-વોલ્વો બસનો સમાવેશ
Next articleઆતંકી હુમલાને લઇ સીએમ રૂપાણીએ તમામ કાર્યક્રમો રદ કર્યા