Irani Cup: મેચના ચોથા દિવસે ફીલ્ડરનો થ્રો અમ્પાયરને માથામાં વાગ્યો

618

વિદર્ભ અને રેસ્ટ ઓફ ઇન્ડિયા વચ્ચે રમાય રહેલ ઇરાની કપના ચોથા દિવસે મેદાન પર મોટી દૂર્ઘટના થતા-થતા રહી ગઈ હતી. આ ઘટના ખેલાડી સાથે નહીં પણ અમ્પાયર સાથે ઘટી હતી. મેચમાં અમ્પાયરિંગ કરી રહેલા સીકે નંદન આ દરમિયાન ઇજાગ્રસ્ત થયા હતા.

આ ઘટના ચોથા દિવસે બીજા સેશનમાં બની હતી. આદિત્ય સરવટે બોલિંગ કરી રહ્યો હતો. તેના ઓવરના બીજા બોલ પર રેસ્ટ ઓફ ઇન્ડિયાના હનુમા વિહારીએ ડીપ પર શોટ રમ્યો હતો. આ શોટ રમી તે રન લેવા માટે દોડ્‌યો હતો. ડીપ પર રહેલા ફીલ્ડરે બોલની પકડી બોલર સરવટે તરફ થ્રો કર્યો હતો. જોકે બોલ સરવટેના હાથમાં પહોંચે તે પહેલા અમ્પાયરના માથાના પાછલા ભાગે વાગ્યો હતો. સરવટના હાથમાં પહોંચતા પહેલા બોલ અમ્પાયરના માથના પાછળના ભાગે વાગ્યો હતો અને તેને ઈજા પહોંચી હતી.

ઇજા પહોંચતા અમ્પાયર સીકે નંદન મેદાન ઉપર બેસી ગયા હતા. બધા ખેલાડી તેમની મદદ માટે આગળ આવ્યા હતા. ફિજીયોને મેદાન ઉપર બોલાવ્યા હતા અને નંદનને બહાર લઈ જવા કહ્યું હતું. સીકે નંદન થોડા સમય બહાર રહ્યા પછી અમ્પાયરિંગ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો હતો.

મેચમાં હનુમા વિહારીએ બીજી ઇનિંગ્સમાં પણ સદી ફટકારી હતી. તેણે અણનમ ૧૮૦ રન બનાવ્યા હતા. આ મેચમાં તેની સતત બીજી સદી છે. આ સાથે તે ઇરાની કપમાં સદીની હેટ્રિક ફટકારનાર પ્રથમ ખેલાડી બની ગયો છે. આ મેચ ડ્રોમાં પરિણમી હતી.

Previous articleસાઉથ આફ્રિકાના બોલર ડેલ સ્ટેને કપિલ દેવનો રેકોર્ડ તોડ્યો
Next articleકોહલીએ શહીદોના સન્માનમાં ઇન્ડિયન સ્પોટ્‌ર્સ ઑનર પુરસ્કાર કાર્યક્રમને રદ્દ કર્યો