માયાભાઇ આહીરના પુત્રના લગ્ન, ન વગાડ્‌યું DJ

2241

જાણીતા લોકસાહિત્યકાર માયાભાઈ આહીરના દિકરાના લગ્ન લેવાયા હતા. માયાભાઇના પુત્રની જાન મૂળ વતન બોરડાથી નજીકના કુંડવીગામે ગઇ હતી, તો જાન જુના રીત રિવાજ મુજબ બળદ ગાડા અને ઘોડાના રસાલા સાથે લઈ જવામાં આવી હતી. દેશમાં આતંકવાદી હુમલામાં શહીદોને શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી અને જાનમાં ડીજે તથા સંગીત વગાડવામાં આવ્યું ન હતું.માયાભાઇ આહીરના પુત્રના લગ્નમાં ૫૦ જેટલા બળદગાડા, ૩૦ જેટલા ઘોડાઓ હતા. અનોખી જાન જોવા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતા, તો મોરારીબાપુ પણ લગ્ન સમારોહમાં જોડાયા હતા, મોરારી બાપુ વરરાજાની સાથે બળદગાડામાં બેસી જાનૈયા તરીકે જોડાયા હતા. સાથે માયાભાઇ આહીર પણ બળદગાડામાં જોડાયા હતા.લોકસાહિત્યકાર માયાભાઈ આહીરના પુત્ર ભરતના લગ્ન યોજાયા હતા. તળાજાના બોરડાથી નજીક કુંડવી ગામે જાન જવાની હતી. વાજતે ગાજતે શણગારેલા બળદ ગાડા, ઘોડાઓ સાથે જુના જમાનાની યાદો તાજી થાય તે રીતે જાન લઈ જવાની હતી.

પરંતુ આતંકી હુમલાને કારણે માયાભાઈ આહીર એ જાનમાં આવેલ ડી જે સંગીત દીકરા ની જાન માં ન વગાડવાનો નિર્ણય લીધો હતો.

Previous articleકોહલીએ શહીદોના સન્માનમાં ઇન્ડિયન સ્પોટ્‌ર્સ ઑનર પુરસ્કાર કાર્યક્રમને રદ્દ કર્યો
Next articleચામુંડા માતાના મંદિરના ડુંગર પર ભીષણ આગઃ૫૦૦ મીટર જંગલમાં ફેલાઇ