રાજ્યભરના પ્રાથમિક શિક્ષકો દ્વારા ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ધરણાં

671

પ્રાથમિક શિક્ષકો ભલે બાળકોને શિક્ષા કરી શકતા નથી. પરંતુ પડતર પ્રશ્નોનો રાજ્ય સરકાર દ્વારા કોઇ ન્યાયીક ઉકેલ નહી લાવે તો શિક્ષા કરવાના મક્કમ ઇરાદા સાથે રાજ્યભરના પ્રાથમિક શિક્ષકો દ્વારા સત્યાગ્રહ છાવણી ખાતે ધરણાં યોજવામાં આવ્યા છે. બે દિવસના ધરણાં કાર્યક્રમ બાદ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ અને મહામંત્રી દ્વારા મુખ્યમંત્રીને આવેદનપત્ર આપશે.

વિદ્યાર્થીઓની શૈક્ષણિક કારકિર્દી ઘડનાર રાજ્યભરના અંદાજે ૧.૨૫ લાખથી વધારે પ્રાથમિક શિક્ષકોની ભરતી વર્ષ-૧૯૯૭માં થઇ હતી. ભરતી કરાયેલા બાલગુરૂ કે વિદ્યાસહાયકોને સ?ળંગ નોકરીનો લાભ આપવાના મામલે રાજ્ય સરકાર અન્યાય કરી રહી છે. આથી શિક્ષકોને સિનિયોરીટી, બઢતી, ઉચ્ચત્તર પગાર ધોરણ સહિતમાં આર્થિક નુકશાન ભોગવવું પડશે. રાજ્ય સરકાર દ્વારા વર્ષ-૨૦૦૬થી ભરતી થયેલા વિદ્યાસહાયકોને સળંગ નોકરીનો લાભ આપીને શિક્ષકોની એક કેડર માટે મળવાપાત્ર લાભોમાં અલગ અલગ નિયમો બનાવીને પ્રાથમિક શિક્ષકોના હક ઉપર તરાપ મારવામાં આવી રહી હોવાના આક્ષેપો પ્રાથમિક શિક્ષકોમાં ઉઠવા પામ્યા છે.

વર્ષ-૧૯૯૭માં ભરતી થયેલા વિદ્યાસહાયકોને સળંગ નોકરીનો લાભની માંગણી સાથે છેલ્લા બે વર્ષથી લડત ચલાવવા છતાં પ્રાથમિક શિક્ષકો સ્થિતિ ઠેરની ઠેર બની રહી છે. રાજ્ય સરકાર દ્વારા શિક્ષકોની માંગણીઓ નહી સંતોષાય તો રાજ્ય સરકારની શાન ઠેકાણે આવે તેવી શિક્ષા કરવાની ચીમકી ધરણાં ઉપર બેઠેલા પ્રાથમિક શિક્ષકોએ ઉચ્ચારી છે. ધરણાં કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા અને મહામંત્રી સતીષભાઇ પટેલ સહિત રાજ્યભરના જિલ્લાના પ્રમુખ અને મંત્રી સહિતના હોદ્દેદારો સહિત અંદાજે ત્રણ હજાર જેટલા શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. બે દિવસના ધરણાં અંતે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા મુખ્યમંત્રીને આવેદનપત્ર આપવામાં આવશે. પ્રાથમિક શિક્ષકોના પડતર પ્રશ્નોના ઉકેલની માંગણી સાથે બે દિવસનો સત્યાગ્રહ છાવણીએ કાશ્મીરમાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ અર્પી ધરણાં-પ્રદર્શન કર્યું હતું

પડતર પ્રશ્નો ઉકેલની માંગણી સાથે ધરણાં ઉપર બેઠેલા પ્રાથમિક શિક્ષકોએ ધરણાં શરૂ કરતા પહેલાં સૌ પ્રથમ જમ્મુના પુલવાલામામાં થયેલા આતંકી હુમલામાં શહિદ થયેલા ૪૪ જવાનોને શ્રદ્ધાંજલિ આપીને દેશદાઝ વ્યક્ત કરી હતી.

Previous articleછત્રાલ જીઆઈડીસીની બેંકમાં ત્રણ લુંટારુ દ્વારા સનસનાટીભરી લૂંટ
Next articleગાંધીનગરમાં પુલવામામાં શહીદ થયેલા વીર જવાનોને શ્રદ્ધાંજલિ અપાઈ