ભાજપના મંત્રીનું મોટું નિવેદન, ‘ચૂંટણી રોકી દો, પણ પાકિસ્તાનને ઠોકી દો’

748

પુલવામામાં ભારતીય લશ્કરી જવાનોના શહીદ થયા બાદ પૂરો દેશ બદલો લેવાની વાત કરી રહ્યો છે. ત્યારે ભાજપના મંત્રીએ પણ એક સભામાં મોટુ નિવેદન આપ્યું છે. જેમાં મંત્રીએ લોકસભાની ચૂંટણી થોડી મોડી થશે તો ચાલશે પરંતુ પાકિસ્તાનને અને આતંકવાદીઓને શબક શીખવવાની વાત કરી છે.

રાજયના આદિજાતિ અને મહિલા બાળ વિકાસ તેમજ વન અને પર્યાવરણ મંત્રી અને માંગરોળના ધારાસભ્ય ગણપત વસાવાએ એક જાહેર સભામાં શહીદોને શ્રદ્ધાંજલી આપતા મોટુ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, પીએમ મોદી સાહેબ અને પુરો દેશ શહીદોના બલીદાનની નિંદા કરે છે, સાથે એવી પણ વિનંતી છે કે, લોકસભાની ચૂંટણી બે મહિના મોડી થશે તો અમને વાંધો નથી પરંતુ પાકિસ્તાનને ઠોકી દો.

ગણપત વાસાવાએ કહ્યું કે, લોકસભાની ચૂંટણી બે મહિના મોડી આપશો તો ચાલશે, અત્યારે ચૂંટણી રોકી દો, પાકિસ્તાનને ઠોકી દો. દેશની ઈચ્છા છે કે, પાકિસ્તાનમાં શોક સભા થવી જોઈએ એવું કાર્ય લશ્કર કરે. સવાસ સો કરોડ દેશવાસીઓની લાગણી છે કે, જે રીતે છેતરીને પાકિસ્તાનમાં પનાહ લઈ બેઠેલા આતંકીઓએ કૃત્ય કર્યું છે, તેનો બદલો લેવાનો છે. દેશના જવાનો પર દેશની પ્રજાને પૂરે પૂરો ભરોસો છે. સરકારે પણ સેનાને છૂટો દોર આપી દીધો છે. સીઆરપીએફે નક્કી કર્યું છે, સ્થળ અને સમય અમે નક્કી કરીશું. લશ્કર જે કામ કરશે તેની સાથે છે સવા સો કરોડ દેશવાસીઓ. આ બાજુ ગણપત વસાવાના નિવેદન બાદ આઈકે જાડેજાએ પોતાની પ્રતિક્રિયા આપી છે. આઈકે જાડેજાએ કહ્યું કે, ગણપતભાઈનો કહેવાનો મતલબ શું હતો તે તેમને જ પુછવું જોઈએ. પીએમ મોદીએ તો સેનાને ખુલ્લી છૂટ આપી દીધી છે. યોગ્ય સમયે સેના શહીદોના બલીદાનનો યોગ્ય જવાબ આપશે.

Previous article૧૮ ફેબ્રુઆરીથી વિધાનસભાનું સત્ર શરૂ થશે
Next articleકપિલ શર્મા શોમાંથી સિદ્ધુની હકાલપટ્ટી