સરકાર ઈશારો કરે તો દુશ્મનોને જડબાતોડ જવાબ આપવા અમે તૈયાર : એરફોર્સ ચીફ

530

પુલવામા આતંકી હુમલા બાદ દુશ્મન દેશને પોતાની તાકાત દેખાડી દેવા ઈન્ડીયન એરફોર્સે પાકિસ્તાન નજીકના પોખરણમાં સૌથી મોટા યુદ્ધાભાસ કર્યો હતો. વાયુશક્તિ ૨૦૧૯ માં એરફોર્સના ૧૩૭ લડાકૂ વિમાનો, ટ્રાન્સપોર્ટ વિમાનો અને હેલિકોપ્ટરોએ લગભગ બે કલાક સુધી આકાશમાં તેની શક્તિ દેખાડી હતી. યુદ્ધાભાસમાં આકાશ અને અસ્ત્ર મિસાઈલોની ઉપરાંત જીપીએસ અને લેસર ગાઈડેડ બોંબ, રોકેટ લોન્ચર અને હેલિકોપ્ટર ગનનું પણ પ્રદર્શન કરાયું હતું. શક્તિ પ્રદર્શનમાં એરફોર્સે દિવસ અને રાતના યુદ્ધમાં તેની ક્ષમતાની ચકાસી હતી. શક્તિપ્રદર્શનમાં તમામ સ્વદેશી વિમાનો, હથિયારો દર્શાવાયા હતા. સ્વદેશી બનાવટના એડવાન્સ લાઈટ હેલિકોપ્ટર રૂદ્રાએ પણ તેની તાકાત દેખાડી હતી. એરફોર્સ ચીફ શક્તિ પ્રદર્શનમાં હાજર રહેલા એરફોર્સ ચીફ બીએસ ધનોઆએ ભરોસો આપ્યો કે જો સરકાર ઈશારો કરે તો દુશ્મને જડબાતોડ જવાબ આપવા તૈયાર છીએ. અમે દરેક મિશનને પૂર્ણ કરવા તૈયાર છીએ.

Previous articleસર્વપક્ષીય બેઠક : આતંકવાદ સામે તમામ પાર્ટીઓ એકજુટ
Next articleપોખરણમાં એરફોર્સનું શક્તિ પ્રદર્શન