આડોડીયાવાસમાંથી ઈગ્લીંશ દારૂ ભરેલી રીક્ષા ઝડપી લેતી એલસીબી

959

ભાવનગર,એલ.સી.બી. સ્ટાફનાં માણસો આજરોજ ભાવનગર શહેર વિસ્તાનરમાં પેટ્રોલીંગમાં હતાં.દરમ્યાન પો.કો. ચિંતનભાઇ ભગવાનભાઇ મકવાણાને બાતમી રાહે હકિકત મળેલ કે અતુલ શક્તિ લોડીંગ રીક્ષા રજીનં જી.જે.૭ યુયુ.૬૪૭૮ માં ભારતીય બનાવટનો ઇગ્લીશ દારૂનો જથ્થો આવેલ છે. અને આડોડીયાવાસમાં ઉતરવાનો છે. જેથી તાત્કાલીક આડોડીયાવાસના ગોબર ગેસ પ્લાન્ટ પાસે રેઇડ કરતા સદરહું નંબરની અતુલ શક્તિ લોડીંગ રીક્ષામાં દિનેશભાઇ પ્રભાશંકરભાઇ બારૈયા ઉ.વ.૪૨.રહે.પ્લોટ નં.૪૫ જલારામા સોસાયટી તળાજા જકાત નાકા. ભાવનગર વાળા ભારતીય બનાવટની  મેકડોવેલ્સ નં.૧ સુપીરીયર વિહીસ્કી ની ૭૫૦ એમ.એલ.ની કું.સીલપેક કાચની બોટલ નંગ- ૨૪૦ કિ.રૂ. ૭૨.૦૦૦/-સાથે પકડાય ગયેલ અને મજકુરની પુછ પરછ કરતા સરદહું દારૂનો જથ્થો ઘોઘા તાલુકાના ખાટડી ગામના શક્તિસિંહ ચકુભા રાયજાદા ભાવનગર લીલા સકર્લ પાસે આપી ગયેલાનું જણાવતા કુલ રૂ. ૧,૦૩,૦૦૦/-ના મુદામાલ સાથે  બંને ઇસમો વિરૂધ્ધમાં ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોઘાવવામાં આવેલ છે.

આ કામગરીમાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. શ્રી. જી.કે ઇસરાણી તથા એ.એસ.આઇ પરાક્રમસિંહ ગોહિલ તથા હેડ કોન્સ.જે.વી.ઝાલા,  આર.એમ.સરવૈયા, બી.એસ.ચુડાસમા તથા પો.કોન્સ. જયદિપસિંહ પ્રવિણસિંહ ગોહિલ,શકિતસિંહ ગોહિલ, અરવિંદભાઇ દેવશીભાઇ પરમાર,રાજેન્દ્રસિંહ સરવૈયા વિગેરે જોડાયેલ હતા.

Previous articleભાવનગર રેન્જ આઈજી એન.એન.કોમારની બદલી
Next articleભાવનગરમાં વેપારીઓએ બંધ પાળ્યો