બ્રિટનનું પોતાના નાગરિકોને કાશ્મીરનો પ્રવાસ ન કરવા સૂચન

526

જમ્મૂના પુલવામામાં હુમલા બાદ બ્રિટેન સરકાર દ્વારા ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. ભારતમાં ટ્રાવેલને લઈને બ્રિટેન સરકારે સૂચના આપી છે. બ્રિટેને પોતાના નાગરિકોને જમ્મૂના કેટલાક વિસ્તારોમાં પ્રવાસ ન કરવાની સૂચના આપી છે. પહલગામ, ગુલમર્ગ અને સોનમર્ગ પ્રવાસી સ્થળો પર નાગરિકોને ન જવાની સૂચના આપવામાં આવી છે. જ્યારે વાઘા, જમ્મુ શહેર અને લદ્દાખમાં પ્રવાસ માટે લીલી ઝંડી આપવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, પુલવામામાં ઝ્રઇઁહ્લના જવાનો પર આતંકીઓ હુમલો કર્યો હતો. આ હુમલામાં ૪૦ જવાનો શહીદ થયા હતા. પુલવામામાં ઝ્રઇઁહ્લ જવાનો પર થયેલા આ આંતકી હુમલો પહેલી વખત નથી. એક વર્ષ પહેલા ૧૫ જાન્યુઆરી ૨૦૧૮ના આંતકીવાદીઓએ પુલવામાં પંજગામ સ્થિત કેન્દ્રીય રિઝર્વ પોલીસ બળના એક કેમ્પ પર હુમલો કર્યો હતો. આ દરમિયાન આંતકવાદીઓએ ઝ્રઇઁહ્લના શિબિર પર હુમલો કરવા કેમ્પમાં ઘૂસવાનો પ્રયત્ન કર્યો, પરંતુ જવાનોની સતર્કતાને કારણે તેઓ સફળ ના થયા.

Previous articleઆત્મઘાતી બોમ્બર આદિલ અગાઉ છ વાર ઝડપાયો હતો
Next articleકુલભૂષણ જાધવના કેસમાં આજથી સુનાવણી શરૂ થશે