હાર્દિક પટેલ ગારિયાધાર મુલાકાતે સભા સંબોધી ચૂંટણી લડવાનો ઈરાદો નથી

866

હમણાના દિવસોમાં પાસ આગેવાન હાર્દિક પટેલ આગામી  લોકસભાની ચૂંટણીમાં ઉમેદવાર કરશે તેવી ઘણી બધી અટકળો બાદ આજરોજ હાર્દિક પટેલ દ્વારા ગારિયાધારની મુલાકાત લેવામાં આવી હતી અને અત્રેની માણીયા પરિવારના મઢ ખાતે આવીને સર્વપ્રથમ કાશ્મીરમાં આતંકવાદી હુમલામાં શહિદ થયેલ જવાનોને શ્રધ્ધાંજલિ આપેલ અને ત્યાર બાદ સભા યોજેલ જેમાં મતદારોને જાગૃત થઈને હાલની આ વાયદાઓ ફેલાવીને મોત મેળવતી સરકારને ઉખેડી નાખવા અપીલ કરેલ.

આ ઉપરાંત હાલના દિવસોમાં ખેડુતોના સળગતા પ્રશ્નો, શિક્ષણ તથા આરોગ્યની સમસ્યાઓ તમામાં સરકાર દ્વારા જે અન્યાયો થઈ રહેલ છે.

તે તમામ મુદ્દે શ્રોતાગણને ચિંતન કરી આગામી ચૂંટણી મતદાન કરવા જણાવાયું હતું. આ ઉપરાંત હાલના દિવસોમાં કેન્દ્ર સરકાર દ્વારા સવર્ણોને જે ૧૦ ટકા અનામત આપવામાં આવેલ છે. તે અનામત આંદોલન સમિતિ તથા સમિતિને સમર્થન આપનાર તમામની એક મોટી જીત થયેલ ગણાવી હતી.

જયારે હાર્દિક પટેલને પોતે આગામી લોકસભા ચૂંટણી લડવાના પ્રશ્ને પુછતા તેમના દ્વારા જણાવાયેલ કે પોતાનો ચૂંટણી લડવાનો કોઈ ઈરાદો નથી પરંતુ ષવિયમાં સમાજલક્ષી ખેડુત હીતના પ્રશ્નો બાબતે અવાજ ઉઠાવવો પડે તો ગાંધીનગર કે દિલ્હીમાંબ ેસીને પણ લડત ચાલાવાશે.

Previous articleક્ષત્રિય યુવાનો દ્વારા શહિદોને વિરાંજલી
Next articleપીથલપુરના આમળા ગામે રાંદલ માતાના મંદિરે મેળો