અનીસની ફિલ્મમાં દિશા પટની-કાર્તિક આર્યનનું ઇલુ-ઇલુ..?!!

674

ફિલ્મ ‘સોનૂ કે ટીટૂ કી સ્વીટી’ની સ્વીટી બાદ એક્ટર કાર્તિક આર્યન નવી ઉંચાઈ પર પહોંચી ગયો છે. તેની આગામી ફિલ્મ ‘લુકા છિપી’ અંગે અત્યારથી જ ચર્ચા થવા લાગી છે જેમાં તે પ્રથમ વખત કૃતિ સેનન સાથે જોવા મળશે. ઉપરાંત તે ભૂમિ પેડનેકર અને અનન્યા પાંડેની સાથે ફિલ્મ ‘પતિ પત્ની ઔર વો’ની રીમેકમાં પણ લીડ રોલમાં અને બિલકુલ અલગ અવતારમાં જોવા મળશે.

હવે એવું લાગી રહ્યું છે કે, ફિલ્મમેકર્સ કાર્તિકના ટેલેન્ટથી ખૂબ જ પ્રભાવિત છે અને આ જ કારણ છે કે તેને અનીસ બઝમી અને ભૂષણ કુમારની એક ફિલ્મ સાઈન કરી લીધી છે. મીડિયા અહેવાલ અનુસાર, અનીસે કાર્તિકને પોતાની આગમી ફિલ્મ માટે સાઈન કર્યો છે. એટલું જ નહીં, કહેવાય છે કે, તે આ ક્લાસિક રોમાન્ટિક કોમેડીમાં એક્ટ્રેસ દિશા પટની સાથે રોમાન્સ કરતો જોવા મળશે.

Previous articleરોટરી કલબ દ્વારા સાયકલ મેરેથોન
Next articleકંગનાએ શબાના આઝમીને રાષ્ટ્રવિરોધી ગણાવી