રિલેશનશિપમાં છું એનો મતલબ એ નહીં કે લગ્ન કરી લઉંઃ આલિયા ભટ્ટ

0
294

આલિયા ભટ્ટ બોલીવૂડમાં વર્તમાન સમયની ટોચની અને ટેલેન્ટેડ અભિનેત્રીઓમાં એક ગણાય છે. હાલમાં જ એની ગલી બોય ફિલ્મ રજૂ થઈ છે અને એમાં પણ એની એક્ટિંગની ખૂબ પ્રશંસા કરવામાં આવી છે. આ અભિનેત્રી સહ-કલાકાર રણબીર કપૂર સાથે નિકટનાં સંબંધને કારણે ચર્ચામાં છે. બંને જણ લગ્ન કરવાનાં છે એવી અફવા પણ ફેલાઈ છે.પોતાનાં અંગત જીવન વિશે આલિયા હંમેશાં મૌન ધારણ કરતી રહી છે. પરંતુ એક ઈન્ટરવ્યૂમાં એણે અફવાઓ વિશે ચોખવટ કરી છે. એણે કહ્યું છે કે, ‘રિલેશનશિપ છે એની મને ખુશી છે, પણ એનો મતલબ એ નહીં કે હું લગ્ન કરી રહી છું.’ આલિયાએ કહ્યું કે, સમય બદલાતો ગયો તેમ હું પણ સમજદાર થઈ છું. છેલ્લા અમુક વર્ષોમાં હું મેચ્યોર થઈ છું એવું મારું માનવું છે. મારાં સંબંધને રદિયો આપવા હું ઈચ્છતી નથી, કારણ કે એમ કરવાની મને કોઈ જરૂર લાગતી નથી. રણબીર સાથે લગ્નનાં સવાલના જવાબમાં આલિયાએ કહ્યું કે, મારાં લગ્ન વિશે લોકો દર વખતે ચર્ચા કરે એને હું જરૂરી માનતી નથી. આ એક સિમ્પલ સવાલ છે અને મારો જવાબ પણ એ જ છે. હાલના તબક્કે હું લગ્ન કરવાની નથી. બસ એ જ મારો જવાબ છે. હું કોઈક રિલેશનશિપમાં છું તો મને એનો આનંદ છે, પણ એનો મતલબ એ નહીં કે હું લગ્ન કરી રહી છું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here