રાધીવાડ ગામમાં પાણીની ભારે અછત  લોકો હિજરત કરવા મજબુર બન્યા

658

ખેડબ્રહ્મા તાલુકાના રાધીવાડ ગામે પીવાના પાણીની ભારે સમસ્યા છે. ૧૫ દિવસે એકવાર પાણી ગામના લોકોને મળે છે. જેના કારણે ગામમાંથી કેટલાંક કુટુંબો ખેડબ્રહ્મા રહેવા ચાલ્યા ગયા છે. જ્યારે બાકીના કુટુંબોને હવે પાણીના અભાવે ગામ છોડવું પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે.

ખેડબ્રહ્મા તાલુકાના રાધીવાડ ગામમાં વર્ષોથી પીવાના પાણીની સમસ્યા છે. વર્ષો અગાઉ પાણી પુરવઠા ધરોઈ ડેમમાંથી પાણી લાવવા માટે ૨૨ ગામ જુથ પાણીની યોજના હતી અને તેના દ્વારા પાણી અઠવાડીયે એકાદવાર ગામમાં આવતું હતું પરંતુ હવે તે પણ બંધ થઈ ગયું છે.

પાણી પુરવઠાના અધિકારીઓ દ્વારા આગોત્રુ કોઈ આયોજનન થતા આ યોજનાનું પાણી ખરી સમયે મળતું નથી.

ગામમાં જુની પુરાણી વાવ છે તેમાં પણ પાણી નથી. ગામમાં એક કુવો છે તેને  પણ વર્ષોથી કચરો કાઢવામાં આવ્યો નથી. ત્રણ તળાવો છેાદના અભાવે કોરા ધાકોર છે.

તળાવો ખાલી હોવાના કારણે ગામની સીમમાં આવેલા ૭૦થી ૮૦ કુવાઓમાં પાણી નથી. ખેતી માટે પાણીની કોઈ જ વ્યવસ્થા ન હોવાના કારણે ગામના ખેતરોમાં માત્ર ચોમાસામાં જ ખેતી થાય છે.

પાણીના અભાવે ગામમાંથી લોકોએ ગા છોડી દીધું છે. જો આમને આમ ચાલશે તો અન્ય લોકોને ગામ છોડવાની નોબત આવશે. ૧૫ દિવસે એકવાર પાણી મળે છે. પીવાનું પાણી ખેડબ્રહ્માથી પૈસા ખર્ચીને ગ્રામજનો લાવે છે. આવી પરિસ્થિતિ હોવા છતાં તાલુકા જિલ્લાના અધિકારીઓને માત્ર ને માત્ર મીટીંગોમાં રસ રહે છે.

Previous articleસાસુ સસરાએ પુત્રવધૂને જીવતી સળગાવતા અરેરાટી વ્યાપી
Next articleડભોડા હનુમાનજી મંદિર ટ્રસ્ટ દ્વારા ૧૧ લાખથી વધુની રકમની સહાયનો ચેક કલેકટરને અર્પણ કર્યો