વિધાનસભાના દ્વારેથી

1224

જય જવાન – જય કિસાન : સૂત્રોચ્ચાર સાથે કોંગ્રેસની ધાંધલ : રાજયપાલે ૯ મિનીટમાં પ્રવચન ટૂંકાવ્યું

વિધાનસભાની શરૂઆતમાં રાજયપાલના પ્રવચનની સાથે જ કોંગ્રેસ પક્ષે ધાંધલ-ધમાલ વચ્ચે સૂત્રોચ્ચારો શરૂ કરી દીધા હતા. જય જવાન-જય કિસાન, આતંકવાદનો ખાત્મો કરો અમે તમારી સાથે છીઅ. માફ કરો ભાઈ માફ કરો ખેડૂતોના દેવા માફ કરો જેવા સૂત્રોચ્ચારો કરી ઉભા થઈ ગયા હતા અને ભારે સૂત્રોચ્ચારો સાથે પોતાની જગ્યા છોડી દીધી હતી જોકે લેનમાં આવ્યા ન હતા. તે વેળાએ સી. એમ., ડે. સી.એમ. સહિત ભાજપના સભ્યોએ પણ પાટલીઓ થપથપાવી હતી અને રાજયપાલે પ્રવચન ધાંધલમાં ચાલુ રાખ્યું હતું. પરંતુ ૯ મિનીટ બાદ આખરે રાજયપાલે પ્રવચન ટૂંકાવી દીધું હતું અને ૧પ મિનીટ જેટલો રિશેષ પાડી દેવામાં આવી હતી. ફરી ૧૧.રર મિનીટે ગૃહની બેઠક ફરી ચાલુ કરવામાં આવી હતી.

ભાજપ કોંગ્રેસના ધારાસભ્યોએ ગૃહમંત્રીના ગૃહમાં ખબર -અંતર લીધા

વિધાનસભાની રીશેષ દરમિયાન ભાજપના તથા કોંગ્રેસના ધારાસભ્યોએ બિમાર પ્રદિપસિંહ જાડેજા પાસે જઈ બિમાર ગૃહમંત્રીના ખબર અંતર પુછયા હતા. પ્રદિપસિંહ ખબર વિરામ દરમિયાન પોતાની જગ્યાએ બેસી રહ્યા હતા. જુદા જુદા ધારાસભ્યોના અભિવાદન જિલ્યા હતા. કુંવરજી બાવળીયાને પણ કોંગ્રેસી ધારાસભ્યો મળ્યા હતા.

પુલવામાંના શહિદોને શ્રધ્ધાંજલી વેાળ બંન્ને તરફે રાજકીય અવલોકનો કર્યા

સૈનિકોને શ્રધ્ધાંજલી આપતીવેળાએ રાજકીય પક્ષોએ રાજકીય અવલોકનો પણ કર્યા નિતીનભાઈ પટેલે કાશ્મીરનો પ્રશ્ન સરદાર વલ્લભભાઈ પટેલને સોંપ્યુ હોત તો આ પ્રશ્ન ઉપસ્થિત જ ન થયો હોત તો બીજી તરફ કોંગ્રેસે એક સૈનિકના માથા સામે દસ સૈનિકોના માથા લાવવાના ભાષણોને યાદ કરવા કહ્યું તો તે હુમલા પાછળના માસ્ટર માઈન્ડ મસૂદ અઝહરને કંદહારમાં મુકવા ના ગયા હોત અને કડક પગલાં ભર્યા હોત તો આ પ્રસંગ બન્યો જ ન હોત. અમિત ચાવડાએ કહ્યું ખાલી ભાષણોથી કંઈ થવાનું નથી આગ મારા દીલમાં છે તેવું કહેવાથી દેશની જનતાને સંતોષ થવાનો નથી. તો ઈન્દીરાજીએ ભારતનો ખોફ ઉભો કર્યો હતો એવો ખોફ ઉભો કરવાની જરૂર છે તેવું પણ અવલોકન કરવામાં આવ્યું હતું. પાકીસ્તાને ઈસ્લામ અને ધર્મને બદનામ કરવાનું કામ કર્યું છે. તે કાયરતા પૂર્વક, પ્રોકસીયુધ્ધ દ્વારા કલંકીત કામ કરે છે. ત્યારે વ્યવસ્થિત રણનીતિ દ્વારા આ પ્રવૃત્તિ દાબી દેવાનો સમય પાકી ગયો છે. પાકિસ્તાન નાપાક કૃત્યો કરવાનું બંધ કરે..

Previous articleકોંગ્રેસના ધારાસભ્યોએ પુરો પગાર શહિદોને આપ્યા બાદ શરમમાં ભાજપના ધારાસભ્યોએ અડધો પગાર આપ્યો
Next articleઘીના ઠામમાં ઘી, શિવસેના-ભાજપ વચ્ચે રીસામણા-મનામણાનો અંત