શહિદોનાં પરિવારોને પૂ.મોરારિબાપુ દ્વારા ૪૫ લાખથી વધુ રકમની સહાય

824

તારીખ ૧૪ ફેબ્રુઆરીને દિવસે કાશ્મીરના પુલવામાં વિસ્તારમાં ભારતીય સુરક્ષાબળના જવાનોનાં કાફલા ૫૨ આતંકવાદીઓ દ્વારા હુમલો થયો હતો અને તેમાં ૪૪ જવાનો શહિદ થયા હતા. પ્રત્યેક શહિદ પરિવારજનો મોરારિબાપુની સંવેદનાથી ચિત્રકુટધામ તલગાજરડા દ્વારા હનુમાનજીની સાંત્વનારૂપે રૂપીયા એક-એક લાખ મોકલવામાં આવી રહ્યા છે. જે રકમ ચુમાલીસ લાખની છે. આવી કોઈ પણ આપદાની સ્થિતીમાં મોરારિબાપુએ રાષ્ટ્રધર્મ અને નાગરિક ધર્મ નિભાવવામાં હમેશા પહેલ કરી છે. પૂજ્ય બાપુએ આ હુમલામાં માર્યા  ગયેલા જવાનોનાં પરિવારજનોને મદદ પહોચાડવા માટે વિનંતી કરી ત્યારે ત્યાં ઉપસ્થિત રામકથાના શ્રોતાઓએ પણ આ કાર્યમાં સહયોગ કર્યો હતો. એ ઉપરાંત પણ અનેક શ્રોતાઓએ સહયોગ કર્યો હતો અને તેમાં જે વધારાની રાશી એકત્ર થઈ છે. તે રકમમાંથી પ્રત્યેક ઘાયલ જનવાનને રૂપિયા ૨૫ હજારની તત્કાલ સહાય મોકલવામાં આવનાર છે. આ અંગે સી.આર.પી.એફ. હેડકવાર્ટરર્સ દિલ્હીના માર્ગદર્શન મુજબ ઘાયલ જવાનોની વિગતો મેળવી રાશી પહોચાડવામાં આવશે.

 

Previous articleસેન્ટ્રલ સોલ્ટ ખાતે ઈન્ડો-જર્મન વૈજ્ઞાનિક વર્કશોપનો થયેલો પ્રારંભ
Next articleએસટી કર્મચારીઓ દ્વારા ધરણા