શરમજનક રેકોર્ડઃ સ્કોટલેન્ડ વિરુદ્ધ ઓમાન માત્ર ૨૪ રન પર ઓલઆઉટ

746

ક્રિકેટમાં આંકડામાં રૂચિ રાખનાર માટે મોટા સમાચાર ઓમાનથી આવ્યા છે. મંગળવારે યજમાન ઓમાનની ટીમ અલ અમીરાત ક્રિકેટ ગ્રાઉન્ડમાં સ્કોટલેન્ડ વિરુદ્ધ ૫૦ ઓવરોના મુકાબલામાં માત્ર ૨૪ રનમાં ઢેર થઈ ગઈ હતી.

ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઓમાનની ટીમ ૧૭.૧ ઓવરોમાં માત્ર ૨૪ રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી. ખવાર અલી (૧૫) એકમાત્ર બેટ્‌સમેન રહ્યો, જે બે આંકડા સુધી પહોંચી શક્યો હતો. આ દરમિયાન છ ખેલાડી ખાતુ ખોલાવ્યા વિના આઉટ થયા હતા. સ્કોટલેન્ડ તરફથી એડ્રિયન નેલ અને આર. સ્મિથે સર્વાધિત ૪-૪ વિકેટ ઝડપી હતી.

લિસ્ટ એ ક્રિકેટમાં વનડે આંતરરાષ્ટ્રીય સિવાય વિભિન્ન ડોમેસ્ટિક મુકાબલા સામેલ હોય છે. આમ તો આંતરરાષ્ટ્રીય મેચ પણ લિસ્ટ-એ અંતર્ગત આવે છે, જેમાં રમી રહેલી ટીમને વનડે આંતરરાષ્ટ્રીયનો દરજ્જો પ્રાપ્ત નથી. લિસ્ટ-એ હેઠળ ૪૦થી ૬૦ ઓવર સુધીની એક ઈનિંગ હોય છે. ઓમાનની ટીમે અત્યાર સુધી કોઈ વનડે આંતરરાષ્ટ્રીય મેચ રમી નથી, જ્યારે સ્કોટલેન્ડને વનડે આંતરરાષ્ટ્રીયનો દરજ્જો પ્રાપ્ત છે અને તે હાલના આઈસીસી વનડે રેન્કિંગમાં ૧૩માં સ્થાન પર છે.

સ્કોટલેન્ડની ટીમે ૨૮૦ બોલ બાકી રહેતા ૩.૨ ઓવરમાં ૨૬ રન બનાવીને ૧૦ વિકેટથી આ મેચ જીતી લીધી હતી. લિસ્ટ-એ ક્રિકેટમાં સર્વાધિક બોલ બાકી રહેતા જીતનો રેકોર્ડ કોલ્ટ ક્રિકેટ ક્લબે ડિસેમ્બર ૨૦૧૨માં બનાવ્યો હતો. જ્યારે તેણે કોલંબોમાં સાર્કેન્સ એસસીને ૧૯ રનમાં આઉટ કરી ૨૮૬ બોલ બાકી રહેતા ૨.૨ ઓવરમાં ૨૦ રન બનાવી જીત હાસિલ કરી હતી.

Previous articleટેનિસ રેંકીંગઃ સેરેનાની ટોપ ૧૦માં એન્ટ્રી, હાલેપ બીજા સ્થાને
Next articleઆઈસીસી ટેસ્ટ રેંકીંગઃ કોહલી નંબર ૧ બેટ્‌સમેન યથાવત