વિધાનસભાના દ્વારેથી

648

મોદી અંગત સંબંધે બુલેટ ટ્રેન લાવ્યા, અંગત સંબંધે પાકીસ્તાન પણ ગયા હતા?

ગૃહમાં બુલેટ ટ્રેનના જમીન સંપાદન અંગે પ્રશ્નોત્તરીમાં ચર્ચા કરતાં નિતીનભાઈ પટેલે એક તબકકે જણાવ્યું હતું કે મોદી પોતાના અંગત સંબંધને કારણે બુલેટ ટ્રેન જાપાન પાસેથી લાવ્યા ત્યારે કોંગ્રેસે વળતો જવાબ પણ આપ્યો હતો કે કેવી રીતે અંગત સંબંધે ટ્રેન લાવ્યા. જેવું કહ્યું ત્યારે ન ભૂલવું જોઈએ કે મોદી અંગત સંબંધે પાકિસ્તાનમાં પણ ગયા હતા.  વિક્રમ માડમને મોટા બિલ્ડર પણ નિતીનભાઈએ જણાવ્યું તો સામે વિક્રમભાઈ માડમે નિતીનભાઈનો પુત્ર પણ જમીન લે-વેચનું મોટા પાયે કરે છે. તેવું વળતો પ્રહાર કર્યો હતો. અને મોટા બિલ્ડરને પૈસાની જરુર પણ પડે તો ઉછીના આપશે તેવી રસપ્રદ ચર્ચા બુલેટ ટ્રેનની જમીન સંપાદનમાં જોવા મળી હતી.

મહાત્મા મંદિરનું સાડા પાંચ કરોડ ભાડુ બાકી : ખાનગી એજન્સીના દોઢ કરોડથી વધું ભાડું બાકી

વિધાનસભામાં મહાત્મા મંદિરમાં યોજાયેલા કાર્યક્રમોની વસુલાત કેટલી બાકી છે એવો પ્રશ્ન ઉપસ્થિત થયો હતો.૩૦ ડિસેમ્બર, ર૦૧૮ ની સ્થિતિએ કુલ કેટલી રકમ બાકી છે ?  જવાબમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે ઉપરોકત સ્થિતિએ કુલ રૂ. પ,૪પ,પ૪,પ૪૭ રકમ બાકી છે. જેમાં સરકાર પાસે રૂ. ૩ કરોડ ૯ર લાખ ર૭ હજાર જયારે ખાનગી એજન્સીઓ પાસેથી રૂ. ૧ કરોડ પ૩ લાખ ર૭ હજાર રૂપિયા વસુલવાના બાકી છે.  મહાત્મા મંદિર ખાતે પર જેટલા સરકારી કાર્યક્રમો અને પર જેટલા ખાનગી કાર્યક્રમો થયા છે. જે પૈકી ૧ કરોડ ૩૧ લાખ ૦૪ હજાર ભાડા પેટેની રકમ વસુલવાની બાકી છે. જે માટે પત્ર દ્વારા જાણ કરવામાં આવે છે.

કોંગ્રેસનો મહેસૂલ વિભાગમાં ભ્રષ્ટાચારનો આરોપ, નીતિનભાઈ કહે-વિજયભાઈ તો ભોળા

થોડા સમય પહેલા મુખ્યમંત્રી રૂપાણીએ મહેસૂલ વિભાગમાં ભ્રષ્ટાચાર થતો હોવાનો સ્વીકાર કર્યો હતો. આ મુદ્દે આજે ગુજરાત વિધાનસભામાં મહેસૂલ વિભાગના પ્રશ્નો દરમિયાન ભાજપ અને કોંગ્રેસ વચ્ચે આક્ષેપોનો મારો ચાલ્યો હતો. કોંગ્રેસના ધારાસભ્ય પૂંજા વંશે મહેસૂલ વિભાગના ભ્રષ્ટાચાર મુદ્દે આક્ષેપ કરતા જણાવ્યું કે, મામલતદારથી લઈ કલેક્ટર કચેરી સુધી પૈસા આપ્યા સિવાય કોઈ કામ થતું નથી. જેના જવાબમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે, અમારા વિજયભાઈ તો ભોળા અને સંવેદનશીલ છે.

મેવાણીનો ટોણો : ’એસ.ટીના ઠેકાણા નહિ ને બુલેટ ટ્રેનમાં કોણ બેસવાનું..?!’

ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના પ્રશ્નોતરી સેશનમાં બુલેટ ટ્રેનને લગતા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. આ પ્રશ્નોતરી વખતે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જિલ્લા મુજબ, જમીન સંપાદનની પ્રક્રિયા અને તેની વાંધા અરજી વગેરેને લગતા પ્રશ્નોના જવાબ પૂછવામાં આવ્યા હતા. આ પ્રશ્નોતરી વખતે વડગામના અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ ટોણો માર્યો હતો કે ગુજરાતમાં એસ.ટી.ના ઠેકાણા નથી ને બુલેટ ટ્રેનમાં કોણ બેસવાનું છે. મેવાણીએ જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર અને ગુજરાતના ખેડૂતો નથી ઇચ્છતા કે એમની જમીનના ભોગે બુલેટ ટ્રેન આવે. રાજ્યમાં રોજના વીસ રૂપિયા કમાતા હોય તે બુલેટ ટ્રેનમાં શું બેસવાના હતા. ભરૂચ અને વડોદરા જિલ્લામાં બુલેટ ટ્રેન માટે જમીન સંપાદન અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો જેમાં છેલ્લા બે વર્ષમાં વડોદરા જિલ્લાની ૯ લાખ ૨૨ હજાર ૧૪૫ ચોરસ મીટર, ભરૂચ જિલ્લાની ૧૧ લાખ ૩૩ હજાર ચોરસ મીટર જમીન નવસારી જિલ્લાની ૮ લાખ ૪૧ હજાર ૯૭૨ ચોરસ મીટર જમીન, અમદાવાદ જિલ્લા ની ૩ લાખ ૫૧ હજાર ૧૨૯ ચોરસ મીટર, ખેડા જિલ્લા ની ૧૦ લાખ ૫૫ હજાર ૨૭૫ ચોરસ મીટર જમીન, આણંદ જિલ્લા ની ૪ લાખ ૪૭ હજાર ચોરસ મીટર જમીન સંપાદિત થશે. બુલેટ ટ્રેન માટે આણંદ જિલ્લા ના ૪૦, અમદાવાદ જિલ્લાના ૧૫, ખેડા જિલ્લાના ૪૩, નવસારી જિલ્લાના ૧૯૮ , વડોદરા જિલ્લા ના ૪૯૯ અને ભરૂચ જિલ્લાના ૪૦૮ ખેડૂતો એ જમીન સંપાદન અંગે વાંધા ફરિયાદો રજૂ કરી છે

Previous articleઆપાતકાલ સેવાઓ માટે હેલ્પલાઇન નંબર-૧૧૨નો રાજ્યના ૭ જિલ્લામાં પ્રારંભિક તબક્કામાં પ્રારંભ
Next articleભાનુશાળી હત્યા મામલે પોલીસ ટ્રેનમાં ઘટનાનું રિ-કન્સ્ટ્રકશન કરશે