આગામી શૈક્ષણિક સત્રમાં ધોરણ ૧થી ૧૨નાં તમામ માધ્યમનાં પુસ્તકો બદલાશે!

705

ગુજરાતની શાળામાં આગામી વર્ષ ૨૦૧૯નાં નવા શૈક્ષણિક સત્રમાં ધોરણ ૧થી ૧૨નાં તમામ માધ્યોમાં ૨૨૯ જેટલી પાઠ્‌યપુસ્તકો બદલાશે તેમ સૂત્રો જણાવી રહ્યાં છે. ગુજરાતની શાળાઓમાં દ્ગઝ્રઈઇ્‌નો કોર્ષ લાગુ થવા જઇ રહ્યો છે. હાલમાં કુલ ૯૪ પાઠ્‌ય પુસ્તકો જેમાં ગુજરાતી માધ્યમનાં ધો. ૯થી ૧૨ અને ૨,૪ અને ૬નાં મળીને કુલ ૩૭ પુસ્તકો અને અંગ્રેજી માધ્યમનાં ધો. ૧થી ૧૨નાં ૫૪ પુસ્તકો તૈયાર થઇ ગયા છે. ગુજરાતી, ઉર્દુ, મરાઠી, સંસ્કૃત, હિન્દી અને અંગ્રેજી તમમા માધ્યમ મળીને કુલ ૨૨૯ જેટલા પાઠ્‌યપુસ્તકો નવા આવશે.નેશનલ લેવલે લેવાતી પરીક્ષાઓનો અભ્યાસક્રમ એનસીઈઆરટીના પાઠયપુસ્તકોમાંથી જ પસંદ કરવામાં આવતો હોવાથી ગુજરાતના વિદ્યાર્થીઓને મુશ્કેલી પડતી હતી. જેથી ગુજરાત બોર્ડમાં પણ એનસીઆરટીના પુસ્તકો ભણાવવા માટે નિર્ણય લેવાયો હતો. જેમાં અંગ્રેજી, હિન્દી, ગુજરાતી, ઉર્દુ, મરાઠી અને સંસ્કૃત માધ્યમના મળીને કુલ ૨૨૯ પુસ્તકોમાં ફેરફાર થશે.

અંગ્રેજી માધ્યમમાં ૫૪ પુસ્તકો, હિન્દી માધ્યમમાં ૬૬, ગુજરાતી માધ્યમમાં ૩૭, ઉર્દુ માધ્યમમાં ૨૩, મરાઠી માધ્યમના ૨૧ તથા સંસ્કૃત માધ્યમના ૨૩ પુસ્તકો બદલાશે. મહત્વનું છે કે, ગણિત વિજ્ઞા।ન, બાયોલાજી, ફિઝિક્સ, કેમેસ્ટ્રી, સામાજીક વિજ્ઞા।ન, પર્યાવરણ સહિતના મોટાભાગની વિષયોનાં પુસ્તકો સીધી એનસીઈઆરટીની ભાષાંતર કરીને અમલ કરવામાં આવી છે. શિક્ષણ વિભાગે પ્રથમ તો તમામ પુસ્તકો શિક્ષકો પાસે લખાવવાનો નિર્ણય કર્યો હતો, તેના આધારે વિષય નિષ્ણાંત શિક્ષકોની પસંદગી પણ કરવામાં આવી હતી. પરંતુ બાદમાં એનસીઈઆરટીના પુસ્તકોનુ સીધું ભાષાંતર કરવાનો નિર્ણય લેવાયો હતો.

 

Previous articleભાનુશાળી હત્યા મામલે પોલીસ ટ્રેનમાં ઘટનાનું રિ-કન્સ્ટ્રકશન કરશે
Next articleરાજ્યના ૭ જિલ્લાના ખેડૂતો માટે ખુશીના સમાચાર, કડાણા ડેમમાંથી પાણી છોડાયું