બરવાળા ખાતે એસપીના લોક દરબારનું આયોજન

654

બરવાળા મુકામે પોલિસ વિભાગનો લોક દરબાર યોજાયો જેમાં એસ.પી. હર્દષ મહેતા, ડીવાયએસપી રાજદિપસિંહ નકુમ, પીએસઆઈ  આર.કે. પ્રજાપતિ, બળવંતસિંહ મોરી (તા.પ.પ્રમુખ), વિરેન્દ્રભાઈ ખાચર સહિત બરવાળા નગરપાલિકા તેમજ તાલુકાના ચુંટાયેલ સદસ્યો, સરપંચો, સામાજિક આગેવાનો, વેપારીઓ તેમજ આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બરવાળા મુકામે ન.પા.કચેરી મિટિંગ હોલમાં બરવાળા તાલુકાનો પોલિસ વિભાગનો લોક દરબાર હર્ષદ માહેત(પોલિસ અધિક્ષક બોટાદ જિલ્લા) ના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો જેમાં ઉપસ્થિત આગેવાનોના પ્રશ્નો અંગે સમિક્ષા કરવામાં આવી હતી.જેમાં નાઈટ પેટ્રોલીંગ કરવાં, અમુક વિસ્તારમાં રાત્રી દરમિયાન હોમગાર્ડ જવાનો ફાળવવા, હોમગાર્ડના જવાનોની નિયમિત રાત્રી ફરજ અંગે,દારુના વેચાણ, દારુ પીને ધમાલ મચાવતા ઇસમો સામે કાર્યવાહી કરવા તેમજ ચોરીના બનાવો અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામા આવી હતી.

આ લોકદરબારના અધ્યક્ષ હર્ષદ મહેતા દ્વારા જણાવવામાં આવ્યુ કે બરવાળા શહેર તેમજ તાલુકાના ગામોમાં દારૂની બદિને નસ્તે નાબુદ કરવી,લુખ્ખા તત્વો પર અંકુશ રાખવો,ચોરીના બનાવો અટકાવવા સહિત અસામાજીક પ્રવુતિ અટકાવવા અંગેની કાર્યવાહી પોલિસ વિભાગ દ્વારા કરવામાં આવશે જેમાં સ્થાનિક આગેવાનોએ સાથ અને સહકાર આપવા પણ અપિલ કરવામાં આવી હતી તેમજ બરવાળા શહેરના રસ્તા ઉપર,મોટી હોટલ,પેટ્રોલપંપ, કારખાનાઓ તેમજ તાલુકાના ગામોમાં સી.સી.ટી.વી. કેમેરા લગાવવા તેમજ તે અંગેના જાહેરનામાનું પાલન કરવા જણાવવામાં આવ્યુ હતુ. આ લોક દરબારમાં ઉપસ્થિત આગેવાનો દ્વારા સમસ્યઓ અંગે રજુઆત કરવામાં આવતા પોલિસ સબંધિત પ્રશ્નનું ઝડપી નિકાલ થાય તે અંગેની ખાત્રી આપવામાં આવી હતી તેમજ ગામમાં અજાણ્યા લોકોને ટકોર કરવા,અસમાજીક પ્રવુતિ, પોલિસ સબંધિત સમસ્યા કે કોઇ રજુઆત હોય તો પોલિસને જાણ કરી સહયોગ આપવા અનુરોધ કરવામાં આવ્યો હતો.

Previous articleબોટાદમાં તમાકુ મુક્તિ શાળા કાર્યક્રમ
Next articleરાજુલામાં શહિદોને શ્રધ્ધાંજલિ અપાઈ