જાફરાબાદ-અમદાવાદ એસટી બસની રોહીસા નજીક ગુલાટ

1365

રાજુલા એસ ટી ડેપોની જાફરાબાદ અમદાવાદ એકસપ્રેસ બસ સવારે જાફરાબાદથી ૮ કલાકે ઉપડી અને અમદાવાદ જતી હતી ત્યારે મહુવાથી ૧ થી ૨ કી.મી. આવેલા રોહીસા ગામે કોઈ પણ વાહન ન આવતુ હોવા છતા આ બસના ડ્રાઈવર હીતેશભાઈ વાળા રે. ડુંગરએ ધડાકાભેર પલટી મરાવતા મુસાફરો ચગદાય ગયા અને ભારે દેકારો થતી આજુબાજુ ગામ અને અન્ય વાહનો દ્વારા કાઢવામાં આવ્યા હતા અને કડકટર મોટી ઈજા થતા ૧૦૮માં મહુવા દર્દીઓને લઈ ગયા હતા પણ કોઈને ગંભીર ઈજા થઈ ન હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આ ડ્રાઈવર વર્ષોથી રાજુલા ડેપોમાં ફરજ બજાવે છે સજામાં બહાર મુકેલ નથી. પરંતુ એક વખત ડીસ્મીસ અને એક વખથ સસ્પેન્ડ કર્યો હતો અને દિવસે પણ નશો કરવાની ટેવના કારણથી બસ પલ્ટી મારી હોવાનું ખુદ એસટીનાં કર્મચારીઓમાં ચર્ચાનો વિષય બન્યો છે અત્રે ઉલ્લેખનીય છે કે આવા ડ્રાઈવરોને ડીસમીસ અને સસ્પેન્ડ કરવામાં આવેલ પછી પ્રુફ લઈ ફરી લોંગ રૂટમાં મુકવામાં આવે છે તે કેટલુ વ્યાજબી તેવો વૈદિક પ્રશ્ન મુસાફરો જનતામાંથી સવાલ ઉઠવા પામ્યો છે. આ અંગે રાજુલાનાં ડેપો.મેનેજરે જણાવેલ કે એક પણ ડ્રાઈવર હાજર ન હોવાનાં કારણે હિતેષભાઈને મોકલવામાં આવ્યા હતા હવે તેને સસ્પેન્ડ કરી કાર્યવાહી શરૂ કરી છે.

Previous articleવેળાવદરની સંત સભામાં મુસ્લિમ બિરાદરના કાર્યની સરાહના કરાઈ
Next articleરાજયના બજેટમાં ભાવનગરને નવા ત્રણ ફલાય ઓવરની ભેટ