અલ્પેશની વરાછા પોલીસે ધરપકડ કરી, કોર્ટમાં જતા બોલ્યો : ‘જનતા કહેશે તો ચૂંટણી લડીશ’

596

વરાછા પોલીસ મથકમાં નોંધાયેલાં રાયોટીંગના ગુનામાં પાસ નેતા અલ્પેશ કથીરિયાની વરાછા પોલીસે ધરપકડ કરી હતી. ગત રોજ સરથાણા પોલીસ મથકમાં નોંધાયેલાં સરકારી ફરજમાં અડચણના ગુનામાં અલ્પેશની ધરપકડ કરી હતી. જ્યારે બુધવારે ફરી ધરપકડ કરી છે અને સેશન્સ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટમાં જતા સમયે અલ્પેશે કહ્યું હતું કે, જનતા કહેશે તો ચૂંટણી લડીશ. કોર્ટમાં રજૂ કરાયા બાદ અલ્પેશને ફરી જેલમાં મોકલાયો હતો. અત્રે ઉલ્લેખનિય છે કે, રાજદ્રોહના કેસમાં ક્રાઇમ બ્રાન્ચે તેને વેલંજાના એક લગ્ન સમારોહમાંથી ઝડપી પાડી જેલ હવાલે કર્યો હતો.

વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા રાયોટીંગના ગુનામાં અલ્પેશ કથીરિયાનો લાજપોર સેન્ટ્રલ જેલમાંથી વરાછા પોલીસે આરોપીનો કબજો મેળવ્યો હતો. અને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. નોંધનિય છે કે, પાંચ જેટલા ગુના નોંધાતા અલ્પેશને અગાઉ રાજદ્રોહના કેસમાં મળેલાં જામીન સેશન્સ કોર્ટ દ્વારા નામંજૂર કરવામાં આવતા અલ્પેશ પોલીસ પકડથી બચવા ભાગતો ફરતો હતો. ક્રાઇમ બ્રાન્ચે તેની ધરપકડ કરતાં સરથાણા પોલીસે તેની ધરપકડ કરી હતી. મોડી સાંજે અલ્પેશને ફરી સેન્ટ્રલ જેલ મોકલી અપાયો હતો. જ્યારે આજે વરાછા પોલીસે ધરપકડ કરી કોર્ટમાં રજૂકર્યો હતો. હવે ૨૨મી ફેબ્રુઆરીના રોજ હાઇકોર્ટમાં સેશન્સ કોર્ટના જામીન રદ કરવાના હુકમ સામે બચાવ પક્ષના વકીલ યશવંતસિંહ વાળા મારફત કરવામાં આવેલી અરજી પર સુનાવણી હાથ ધરાનારા છે.

Previous articleસરકાર ઈન્કાર કરશે તો ભારત વર્લ્ડ કપમાં પાકિસ્તાન સાથે નહીં રમે : બીસીસીઆઈ
Next article‘સૌનો સાથ સૌનો વિકાસ’માં માઇનસ દલિત, આદિવાસી અને મુસ્લિમઃ મેવાણી