કન્યા છાત્રાલયમાં થોડી પણ કચાશ રાખશો તો અધિ.ઓને નહીં છોડું : મનસુખ વસાવા

572

રાજપીપળા શહેરમાં ૭.૬૦ કરોડના ખર્ચે સરકારી કન્યા છાત્રલાયના ખાત મુહૂર્તનો કાર્યક્રમ હતો. જેમા મુખ્ય અતિથી તરીકે સાંસદ મનસુખ વસાવાને બોલાવવામાં આવ્યાં હતાં. આ કાર્યક્રમમાં મનસુખ વસાવા જાહેર મંચ પરથી જ અધિકારીઓ પર ગુસ્સે ભરાયા હતાં.

આ મામલે મળતી માહિતી પ્રમાણે નર્મદામાં આવેલા રાજપીપળામાં સરકારી કન્યા છાત્રાલય બનાવવા માટેની તૈયારીઓ ચાલી રહી છે. જ્યાં ઠેર ઠેર કચરાનાં ઢગ અને અવ્યવસ્થા જોઇને તેઓ એકદમ ગુસ્સે થઇ ગયા હતાં. આ ઉપરાંત ઘણાં અધિકારીઓ ગેરહાજર રહ્યાં હતાં. આ બધુ જોઇને તેઓ મંચ પરથી જ અધિકારીઓ પર ગુસ્સે થઇ ગયા હતાં. મુખ્ય એજન્સી કેમ હાજર નથી કહી જાહેરમાં ખખડાવ્યા અને કહ્યું અમે બધા અહીં આવ્યા છે ને મુખ્ય અધિકારી ગાંધીનગર શું કરે છે. આદિવાસી કન્યા છાત્રાલય બને છે જેમાં જો જરા પણ કચાસ રાખી તો કોઈ ને નહીં છોડું, કહી રીતસરના જાહેરમાં ખાખડાવતા સૌ સ્તબ્ધ થઈ ગયા હતા.

તેમણે આગળ તે પણ કહ્યું કે, ’સરકાર તમને આટલો ફંડ આપે છે, તમે એને વેડફશો નહીં. તમે ઉપરનાં અધિકારીઓને પૂછીને જ કામ કરજો. ’

આ પહેલા પણ ભાજપનાં સાંસદ ગુસ્સે થઇ ચુક્યાં છે. તેઓ ગત ડિસેમ્બરમાં ડેડિયાપાડાથી નેત્રંગ વચ્ચેના ગામના યુવાનો લોકરક્ષક દળની પરીક્ષા સમયે બસ મૂકવા બાબતે ભરૂચના ભાજપના સાંસદ મનસુખ વાસવાને રજૂઆત કરી રહ્યા હતા. આ સમયે એક યુવાને ગામમાં મોબાઇલ ટાવર બાબતે ઉગ્રતાથી રજૂઆત કરતા ભરૂચના ભાજપના સાંસદ મનસુખ વસાવા યુવાન પર ગુસ્સે થઇ ગયા હતા. આ વીડિયો શોશ્યલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

Previous article‘સૌનો સાથ સૌનો વિકાસ’માં માઇનસ દલિત, આદિવાસી અને મુસ્લિમઃ મેવાણી
Next articleસરદારને લોખંડના ભંગાર સાથે સરખાવ્યાનો વિવાદઃ પરેશ ધાનાણી એક દિવસ માટે સસ્પેન્ડ