ટ્રક અને સ્કૂલ બસ વચ્ચે અકસ્માતમાં ૨૦થી વધુ વિદ્યાર્થીઓ ઘાયલ

563

રાજ્યમાં અકસ્માતોનો ગ્રાફ દિવસેને દિવસે ચિંતાજનક રીતે વધી રહ્યો છે. ત્યારે ચોટીલા પાસે એક માર્ગ દુર્ઘટનામાં એક ટ્રેક અને સ્કૂલ બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો છે. આ ઘટનામાં બસમાં સવાર સ્કૂલના વિદ્યાર્થીઓને ઇજાઓ પહોંચી હતી, જેથી તેમણે તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનામાં જાનહાનિના કોઇ અહેવાલ મળ્યા નથી.

આ ઘટના વિશે મળતી માહિતી અનુસાર, બુધવારે સવારે સુરેન્દ્રનગરના ચોટીલાના મોલડી પાસે એક ટ્રક અને સ્કૂલ બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત નડ્યો હતો. ઘટનામાં જાણવા મળી રહ્યું છે કે, સ્કૂલ બસમાં ૨૦થી વધુ બાળકો સવાર હતા, જેમનો સદ્દનસીબે બચાવ થયો હતો. આ ઘટનામાં માત્ર નાની મોટી ઇજાઓ જ પહોંચી હતી. જેથી તેમણે સારવાર માટે ચોટીલા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકોના ટોળા એકઠાં થયા હતા. અને બાળકોને સલામત રીતે બસમાંથી ઉતારીને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ સાથે પોલીસને પણ જાણ કરવામાં આવતા પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી. સદનસિબે આ ઘટનામાં કોઇ જાનહાનિ થઇ ન હોવાથી લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

Previous articleબીબીએ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા શિવાજી જયંતી અને શહીદ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો
Next articleગુજરાતનું પાટનગર અસુરક્ષિત, સીરિયલ કિલિંગથી લઈ લૂંટના બનાવથી લોકોમાં ભય