કોક્રીટ ઈન્ડિયા દ્વારા વર્કશોપનું આયોજન

766

કોંક્રિટ ઇન્ડિયા સંસ્થા દ્વારા એન્જીનીયરીંગ કોર્સનાં વિદ્યાર્થીઓ માટે “ડિસ્કવર યોરસેલ્ફ : યોર સટ્રેંથ – યોર વિક્નેસ” વિષય પર વર્કશોપનું આયોજન ભાવનગર ખાતે થયુ. વર્કશોપનાં મુખ્ય સ્પીકર તરીકે કોંક્રિટ ઇન્ડિયાનાં સ્થાપક અને ચેરમેન  વિમલભાઈ નવાપરિયા એ વિદ્યાર્થીઓને જણાવ્યું કે ’બેરોજગારી ફક્ત ડિગ્રી ધારકોને અસર કરે છે, કૌશલ્ય ધારકોને નહીં’. આ વર્કશોપમાં વિદ્યાર્થીઓ દ્વારા સ્વયં પોતાની સટ્રેંથ અને ટેલેન્ટને શોધી શકે તેવી જુદી જુદી ટેકનિક પર પ્રયોગ કરવામાં આવ્યા. ઉપરાંત, વર્કશોપમાં સેલ્ફ ડેવલપમેન્ટની મૂળભૂત બાબતો પર સમજ આપી હતી. જેમકે સટ્રેંથ વિ. વિકનેસ, દિમાગ વિ. દિલ, ડ્રીમ વિ. ગોલ, પેશન વિ. હોબી જેવી બાબતો કે જેનાં પર વિદ્યાર્થીઓ હંમેશા મૂંઝવણ ભરી સ્થિતીમાં હોય છે.

Previous articleફોકસ કલબ દ્વારા ડી.જે.મેકીંગ કાર્યક્રમ
Next articleચારણકી પ્રા.શાળામાં તમાકુ મુક્ત કાર્યક્રમ