સિહોરના લોકો વિર શહિદોને શ્રધ્ધાંજલિ આપવા ઉમટ્યા

590

આજરોજ સિહોર ખાતે સમગ્ર ગામવતી શહીદોને શ્રધ્ધાજલી આપવા કેન્ડલમાર્ચ તથા દેશભક્તિ ગીતોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું.   સમગ્ર સિહોર ના નાગરિકો સિહોર ની જે.જે મહેતા ગલ્સ સ્કૂલ ખાતે ઉમટી પડયા અગ્રણીઓ સાથે ભેગા થયેલા નાગરિકો એ શહીદો અમર રહો ના નારાઓ થી શરૂઆત કરી આપણાં પડોશી મુલ્કે જ્યારે પુલવામા માં કરેલ આતંકવાદી હુમલામાં ભારતના સી.આર.પી.એફ ના ૪૪ જેટલા  જવાનોને શહીદ કર્યા અને કઈક હજુ પણ ઘાયલ છે એવા વીર સપૂતો ને જ્યારે ભારત દેશની ૧૩૦ કરોડની જનતા જ્યારે પોતપોતાની રીતે શ્રધ્ધાજલી આપી રહ્યા છે ત્યારે સિહોર ગામની જનતામાં  પણ એવો દેશ પ્રત્યે નો જુસ્સો કંઈક અલગ જોવા મળ્યો. સિહોર ગામ વતી શહિદ જવાનો ને યાદ કરી તેમને શ્રદ્ધાજલી આપવા કેન્ડલમાર્ચ સાથેસાથે દેશભક્તિ ગીતોનું ભવ્ય આયોજન ગ્રામજનો તથા સિહોર ના વિવિધ સંગઠનો,સંસ્થાઓ,રાજકીય આગેવાનો, એસોસીએશન પ્રમુખો, સભ્યો , મીડિયા,  દ્વારા કરવામાં આવ્યુ હતું. જ્યાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહી શ્રધ્ધાજલી અર્પી હતી. અને જાણવા મુજબ એ વાત મળી કે પડોશી મુલકોની સાથે ના સંબંધો કાપી અને થયેલા હુમલાનો મુહતોડ જવાબ આપવો જોઈએ અને પાકિસ્તાન જેવા મુલકના કોઈ પણ હીરો કે હીરોઇનોને કે ક્રિકેટરઓને ભારત આવવા પરવાનગી ના આપવી જોઈએ અને એમને એટલા હદે લાચાર કરવા જોઈએ કે બીજા કોઈની ભારત સામે નજર ઉઠાવીને જોવાની કે આવા બીજા કોઈ કૃત્ય કરવાની ભૂલ ક્યારે ના થાય અને સિહોર ની દેશપ્રેમી જનતા એ આહવાન પણ કર્યો અને સરકાર શ્રીને એવી માંગણી કરી કે વધુ થી વધુ જવાનોની ભરતી કરવામાં આવે અને જો જરૂર હોય તો ભારતના યુવાનો વગર ભરતીએ પણ દેશ માટે લડવા તૈયાર છે. આ એકતા વચ્ચે સમગ્ર કાર્યક્રમ ની આભાર વિધિ વાય.વાય.પી.ના મલય રામનુજે જણાવેલ કે મારા શરીર પર ખુબજ શક્તિશાળી બૉમ્બ બાંધી દો હું પાકિસ્તાન જઇ દુષમન દેશમાં જઈ ખાત્મો બોલાવી દઈશ. તેવા આક્રોશ સાથે આભાર વિધિ કરેલ ત્યારબાદ સિહોર વડલાચોક થી મોટાચોક સુધી મશાલ તેમજ કેન્ડલમાર્ચ યોજી રેલી યોજી હતી ત્યારે સિહોર વેપારીઓ દ્વારા પોતાના રોજગાર બંધ રાખી આ રેલીમાં જોડાયા હતા.

Previous articleબાબરાના રામપરા ડેમ નજીક કાર અને બાઈકનો અકસ્માત – બેના મોત
Next articleસ્વામી. ગુરૂકુળ સોસીયાના સંચાલકની ઓફિસનુંં મોરારિબાપુએ ઉદ્દઘાટન કર્યુ